જમ્મુ-કાશ્મીરના આકિબ નબીની કિસ્મત ચમકી

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ આકિબ નબીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નબી ટીમ ઈન્ડિયામાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરનો ત્રીજો ક્રિકેટર છે. શ્રીલંકા સામે બે ટેસ્ટ મેચની શ્રેણી 15 ઓગસ્ટથી ગૉલમાં શરૂ થશે.

જસપ્રીત બુમરાહ રવિવારે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે ઘૂંટણની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. ટીમ મેનેજમેન્ટ અને BCCIએ તેની લાંબી કારકિર્દીને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ ન લેવાનો નિર્ણય કર્યો છે.

23 વર્ષીય આકિબ નબીએ રણજી ટ્રોફી 2025-26માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તેમને ભારતીય ટેસ્ટ ટીમમાં તક મળી છે. તેઓ ટેસ્ટ ટીમમાં પસંદ થનાર જમ્મુ-કાશ્મીરના પ્રથમ ક્રિકેટર છે. જોકે, અહીંના પરવેઝ રસૂલ અને ઉમરાન મલિક પણ ભારતીય ટીમમાં પસંદ થઈ ચૂક્યા છે પરંતુ તેમને માત્ર વનડે અને ટી20 ટીમમાં જ તક મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *