ગ્લેમર, લાઇફસ્ટાઇલ અને કરોડોની સંપત્તિ!

ટીમ ઈન્ડિયાના સ્ટાર અર્શદીપ સિંહના રિલેશન પર મહોર વાગ્યા બાદ તેની ગર્લફ્રેન્ડ સમરીન કૌર સતત ચર્ચામાં છે. ઝડપી બોલરના ફેન્સ પણ હવે બંનેની દરેક એક્ટિવિટી પર નજર રાખી રહ્યા છે. જોકે, સમરીન માત્ર એક મોડેલ કે એક્ટ્રેસ નથી. જમ્મુ-કાશ્મીરથી આવતી સમરીને પુણેની પ્રતિષ્ઠિત સિમ્બાયોસિસ કોલેદમાંથી B.Com (Honours)નો અભ્યાસ કર્યો છે અને આજે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીની સાથે-સાથે સોશિયલ મીડિયા પર પણ મોટી ઓળખ બનાવી ચૂક્યા છે.

સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર 1999ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. વર્ષ 2018માં તેણે ફેમિના મિસ ઇન્ડિયામાં જમ્મુ-કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ફાઇનલિસ્ટ રહી હતી. ત્યારબાદ તેણે મોડેલિંગની દુનિયામાં કદમ મૂક્યો અને ધીમે-ધીમે ફિલ્મો, વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોઝનો જાણીતો ચહેરો બની ગઈ.

અભ્યાસની વાત કરીએ તો સમરીને સિમ્બાયોસિસ કોલેજ ઑફ આર્ટસ એન્ડ કોમર્સ, પુણેમાંથી B.Com (Honours)ની ડિગ્રી મેળવી. અભ્યાસ પૂરો કર્યા પછી તેણે એક્ટિંગમાં કરિયર બનાવ્યું. સમરીને કબીર ખાનની ફિલ્મ ’83’, ZEE5ની ‘Nail Polish’ અને પંજાબી ફિલ્મ ‘Sardaar Ji 2’માં કામ કર્યું છે. આ સિવાય તે બાદશાહ, ગુરુ રંધાવા, ઝુબિન નૌટિયાલ, જસ માનક અને મનિન્દર બુટ્ટર જેવા મશહૂર સિંગર્સના મ્યુઝિક વીડિયોઝમાં પણ જોવા મળી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઇંગ

સોશિયલ મીડિયા પર પણ સમરીનની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 4.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે ફેશન, ટ્રાવેલ, ફિટનેસ અને લાઇનસ્ટાઇલ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. તો બીજી તરફ અર્શદીપ સિંહના ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *