શાહરુખના લાડલાના લંડનમાં મિસ્ટ્રી ગર્લ સાથે સીન-સપાટા!

બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ફરી એકવાર તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યો છે. લંડનમાં આર્યન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હતો, જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે.

યુઝર્સે આ મિસ્ટ્રી ગર્લની ઓળખ આર્ટિસ્ટ વિની તકાયર તરીકે કરી છે. બંને લંડનના એક કસિનોમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા, ત્યારથી બંનેના ડેટિંગની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જોકે, આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

તસવીરોમાં આર્યન ખાન કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે. તે લંડનના એક કસિનોમાંથી બહાર નીકળતો દેખાઈ રહ્યો છે. તેની બરાબર બાજુમાં વિની તકાયર ઉભી છે, જેણે ઓલ-બ્લેક આઉટફિટ પહેર્યો છે.

બંને એકસાથે કેસિનોમાંથી બહાર નીકળ્યા પછી જ ચાહકો વચ્ચે તેમના સંબંધોને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે.

તસવીરો વાયરલ થયાના તરત જ બાદ વિની તકાયરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લંડન ટ્રિપની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે આ તસવીરો સાથે કેપ્શન લખ્યું, “લંડન, આઈ એલ વાય” (London, ily). વિનીની આ પોસ્ટ પછી બંનેના અફેરની ચર્ચા વધુ તેજ બની ગઈ. આર્યન અને વિની ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો પણ કરે છે. હાલમાં બંનેમાંથી કોઈએ પણ આ સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *