કરણ-તેજસ્વીનો પાણીમાં રોમાન્સ

એક્ટર કરણ કુંદ્રાએ તેજસ્વી પ્રકાશને મોરેશિયસની ટૂરમાં પાણીની અંદર પ્રપોઝ કર્યું છે. કરણે પોતાની યૂટ્યુબ ચેનલ પર શેર કરેલા ટ્રાવેલ વ્લોગમાં ટ્રિપની ઝલક બતાવી છે. આ વ્લોગમાં સ્કુબા ડાઇવિંગ દરમિયાન કરણ પાણીની અંદર એક ઘૂંટણિયે બેસીને તેજસ્વીને લગ્ન માટે પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. બોલ્યા વગર ઈશારામાં કરણે પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો, જેનો જવાબ તેજસ્વીએ સ્મિત કરીને આપ્યો.

કરણ કુંદ્રાના નવા ટ્રાવેલ વ્લોગમાં બંને મોરેશિયસમાં રજાઓનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સ્કૂબા ડાઇવિંગ દરમિયાન કરણ અને તેજસ્વીએ પહેલા પોતાના હાથથી દિલનો આકાર બનાવ્યો.

ત્યારબાદ કરણ પાણીની અંદર જ એક ઘૂંટણિયે બેસી ગયા અને તેજસ્વી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. પાણીની અંદર અવાજ ન આવવા છતાં કરણે બોલ્યા વગર ‘આઈ લવ યુ’ કહ્યું. તેજસ્વીએ પણ ખુશીથી સ્મિત કરતા જવાબ આપ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *