આજી-2, ભાદર-2 અને સુરવો ડેમ છલોછલ થતા 30 ગામોમાં એલર્ટ

હવામાન વિભાગ દ્વારા રાજકોટ શહેર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેને લઇ રાજકોટ શહેર જિલ્લામાં ગઈકાલે રાતથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં રાત્રીના 12 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 3.5 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે જયારે જિલ્લામાં પણ વીરપુર અને જામકંડોરણામાં 8-8 ઇંચ, જેતપુરમાં 6.5 ઇંચ અને ગોંડલમાં 5 ઇંચ વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારમાં નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે.

બીજી તરફ જળાશયોમાં પણ નોંધપાત્ર પાણીની આવક થતા આજી-2 અને ભાદર-2 ડેમ છલોછલ થયા છે જયારે જેતપુરનો સુરવો ડેમ 90% ભરાઈ જતા ડેમની હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી પગલે વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

24 કલાકમાં 3.5 ઇંચ સુધી નોંધાયો રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રીના 10 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેમાં રાત્રીના 12 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં કુલ વરસાદ છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચ સુધી નોંધાઈ ચુક્યો છે. આજે સાંજના 6 વાગ્યા સુધી રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 9.5 ઇંચ નોંધાયો છે જેમાં સેન્ટ્રલ ઝોનમાં 237 mm, ઇસ્ટ ઝોનમાં 228 mm અને વેસ્ટ ઝોનમાં 261 mm નોંધાયો છે. હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *