મારવાડી યુનિવર્સિટીમાં રક્તદાન કેમ્પ યોજાયો

મારવાડી યુનિવર્સિટી ખાતે 21 અને 22 જુલાઈ, 2026ના રોજ 16મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવસેવાના હેતુથી યોજાયેલા આ બે દિવસીય કેમ્પમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ સભ્યો અને સ્વૈચ્છિક રક્તદાતાઓએ ભાગ લીધો હતો.

કેમ્પના પ્રથમ દિવસે AIIMS રાજકોટ બ્લડ બેન્ક દ્વારા 80 યુનિટ અને બીજા દિવસે પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ બ્લડ બેન્ક દ્વારા 170 યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું. કુલ 250 યુનિટ રક્ત ઇમરજન્સી સારવાર અને થેલેસેમિયાથી પીડિત દર્દીઓ માટે ઉપયોગી થશે.

આ 16મી રક્તદાન શિબિર પહેલાં યોજાયેલી 15 શિબિરોમાં 4,432 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ વર્ષની શિબિર સાથે છેલ્લા દસ વર્ષમાં મારવાડી યુનિવર્સિટી દ્વારા કુલ 4,682 યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે.

શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે નિયમિત રક્તદાતાઓ પ્રોફેસર ધવલ અનડકર (58 વખત), ડૉ. રચિત અધ્વર્યુ (55 વખત) અને હાર્દિક ધુલિયા (30થી વધુ વખત) દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમનું વિશેષ સન્માન પણ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *