આલિયાબાડા–હાપા–જામનગર રેલવે ડબલિંગ કામગીરીને લઈ 23 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી 115થી વધુ ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી ફેરફાર

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાબાડા–હાપા–જામનગર રેલખંડ પર ડબલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીના કારણે 23 જુલાઈથી 07 ઓગસ્ટ, 2026 સુધી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કે ઉપડતી 115થી વધુ ટ્રેનોના સંચાલનમાં અસ્થાયી રૂપે ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં લોકલ ટ્રેનોનું સંપૂર્ણ રદ્દીકરણ, કેટલીક મુખ્ય ટ્રેનોનું રાજકોટ, વાંકાનેર કે હાપા સુધી જ શોર્ટ ટર્મિનેશન અને શોર્ટ ઓરિજિનેશન, સમયપત્રકમાં ફેરફાર (રીશેડ્યુલિંગ) તેમજ માર્ગમાં નિયમન (રેગ્યુલેશન) સામેલ છે. રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, પ્રવાસીઓની સુવિધા અને સલામતી અર્થે આ કામ જરૂરી હોવાથી મુસાફરોને યાત્રા શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચકાસી લેવા વિનંતી છે.

23 જુલાઈ, 2026: ટ્રેન નંબર 22969 ઓખા–બનારસ એક્સપ્રેસ 1 કલાક 10 મિનિટ મોડી ઉપડશે, જ્યારે ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ થશે.

24 જુલાઈ, 2026: ભાવનગર–ઓખા એક્સપ્રેસ (19209) રાજકોટ સુધી જ આવશે અને ઓખા–ભાવનગર એક્સપ્રેસ (19210) રાજકોટથી ઉપડશે. હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો (12268) 1 કલાક 55 મિનિટ, જામનગર–બાંદ્રા હમસફર (22924) 45 મિનિટ અને જામનગર–તિરુનેલવેલી (19578) 50 મિનિટ મોડી ઉપડશે. પોરબંદર–મુઝફ્ફરપુર (19269) 30 મિનિટ અને ઓખા–વેરાવળ (19252) 20 મિનિટ રેગ્યુલેટ થશે.

25 જુલાઈ, 2026: ભાવનગર–ઓખા (19209) રાજકોટ સુધી જ આવશે અને ઓખા–ભાવનગર (19210) રાજકોટથી ઉપડશે. જામનગર–તિરુનેલવેલી (19578) જામનગરના બદલે હાપાથી 23:55 વાગ્યે ઉપડશે અને હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો (12268) 1 કલાક 35 મિનિટ મોડી ઉપડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *