અમેરિકાએ મંગળવારે સતત 10મી રાત્રે ઈરાનના દક્ષિણ ભાગોમાં હવાઈ હુમલા કર્યા. ઈરાની મીડિયાના જણાવ્યા અનુસાર, સીરિક, બંદર અબ્બાસ, કેશ્મ દ્વીપ, ચાબહાર અને કોનાર્ક સહિત અનેક વિસ્તારોમાં વિસ્ફોટ થયા.
બીજી તરફ, ઈરાની સેનાએ દાવો કર્યો કે તેણે તાજેતરના કલાકોમાં કુવૈતના કેમ્પ અરિફજાનમાં અમેરિકી સૈન્ય અડ્ડા પર તૈનાત HIMARS મિસાઇલ સિસ્ટમને નિશાનો બનાવ્યો. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી.
બીજી તરફ, યમનના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા સામે દરિયાઈ નાકાબંધીની જાહેરાત કરી છે. હૂતીઓએ કહ્યું કે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટને સાઉદી જહાજો માટે બંધ કરવામાં આવશે અને તેમના તમામ જહાજો અમારા નિશાના પર રહેશે. આ જળમાર્ગ લાલ સમુદ્રનો એન્ટ્રી ગેટ છે, જ્યાંથી વિશ્વનો આશરે 10% વૈશ્વિક વેપાર પસાર થાય છે.