ઈરાને જોર્ડન-કુવૈત-ઓમાનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલા કર્યા

ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે જોર્ડન, કુવૈત, ઓમાન અને અન્ય દેશોમાં હાજર અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ભારે હુમલા કર્યા છે અને આ અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

સાથે જ, IRGCએ દાવો કર્યો છે કે તેણે ખુજેસ્તાન પ્રાંતના અહવાજમાં અમેરિકી MQ-9 રીપર ડ્રોનને ઇન્ટરસેપ્ટ કરીને તોડી પાડ્યું છે. ઈરાની સરકારી મીડિયાએ ડ્રોન તોડી પાડવાનો વીડિયો પણ જાહેર કર્યો છે. જોકે, અમેરિકાએ અત્યાર સુધી IRGCના આ દાવાની પુષ્ટિ કરી નથી.

ઈરાને અમેરિકા સાથે એક મહિના પહેલાં થયેલા કરારમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કરી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ કહ્યું કે અમેરિકાએ પોતે કરારનું ઉલ્લંઘન કર્યું છે, તેથી તેઓ પણ તેની શરતોનું પાલન કરશે નહીં.

ઈરાનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે 27 જૂનથી 18 જુલાઈ વચ્ચે થયેલા અમેરિકી હવાઈ હુમલામાં 50 લોકોનાં મોત થયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *