ઉપલેટાના નાગનાથ ચોકમાં જૂની અદાવતમાં છરીઓ ઉડી, બેને ઇજા

ઉપલેટાના ભરચક્ક ગણાતા નાગનાથ ચોક વિસ્તારમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે જૂની અદાવતમાં બોલાચાલી થઇ હતી અને તે બાદમાં ઉગ્ર બની જતાં સામસામી છરીઓ ઉડી હતી જેમાં બેને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.

છરીના ઘાથી એક યુવાનની આંગળી કપાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને વિવાદ વકરે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ઉપલેટાના પંચાતડી ચોક વિસ્તારમાં રહેતા દિલાવર ઓસમાણ હિંગોડા અને યાસીન હારુન કટારીયા વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને ચોકમાં જ બન્ને જૂથના લોકો આમનેસામને આવી ગયા હતા અને ક્ષણભરમાં તો મામલો ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી ગયો હતો.

આ હિંસક અથડામણમાં દિલાવર ઓસમાણ હિંગોડાના હાથ પર છરીના ગંભીર ઘા વાગતા આંગળીઓ કપાઈને અલગ થઈ ગઈ હતી. સામા પક્ષે યાસીન હારુન કટારીયાને પણ ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જ ઉપલેટા પોલીસ અને પી.આઈ. ધાંધલની ટીમ દોડી આવી હતી અને સ્થિતિ વણસે નહીં તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *