વિંછીયા તાલુકાની પીપરડી અને મોઢુકા ગ્રામ પંચાયતની ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી. તેમણે બંને ગામોના સરપંચ, પંચાયતના સભ્યો અને સ્થાનિક આગેવાનો સાથે ગ્રામ્ય વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.આ મુલાકાત દરમિયાન ગામના વિકાસ કાર્યો, પાયાની સુવિધાઓ, જનહિતના પ્રશ્નો અને સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉપસ્થિત લોકોને પુસ્તકોનું વિતરણ પણ કર્યું હતું.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ગામડાંના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપે છે. વિકાસના લાભો સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને દરેક ગામ વિકાસની મુખ્ય ધારામાં જોડાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
મંત્રીએ ગ્રામ વિકાસમાં જનભાગીદારી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ ભારપૂર્વક જણાવ્યું હતું.