ટ્રકનું ટાયર ફરી વળતા પુત્રની નજર સામે જ માતાનું મોત

રાજકોટના જામનગર રોડ પર આજે સવારે (16 જુલાઈ) સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યા છે. ટ્રકચાલકે જ્યુપીટરને ટક્કર મારતા જ્યુપીટર આગળ જતા સ્પલેન્ડર સાથે ટકરાયું હતું જેના કારણે સ્પલેન્ડર પર સવાર માતા-પુત્ર રસ્તા પર પટકાયા હતા અને પુત્રની નજર સામે માતા પર ટ્રકનું તોતિંગ વ્હિલ ફરી વળતા માતાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે જ્યુપીટર પર સવાર ઈમીટેશનના વેપારીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા અને તેનો પુત્ર ગાયકવાડીમાં રહેતા હોવાનું સામે આવ્યું છે જ્યારે અકસ્માતમાં ભોગ બનનાર અન્ય યુવક કુવાડવા રોડ ઉપર રહેતો હોવાનું અને પોતે ઇમિટેશનનો ધંધાર્થી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રાજકોટની સાધુ વાસવાણી સ્કૂલ પાસે રહેતા અને ખાનગી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શહેનાઝબેન દલને તેનો પુત્ર બાઈક પર પર મૂકવા જઈ રહ્યો હતો. માતા-પુત્ર જ્યારે જામનગર રોડ પર રૂડા બિલ્ડિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ ટ્રકચાલકે જ્યુપીટરને પાછળથી ટક્કર મારતા જ્યુપીટર તેઓની બાઈક સાથે અથડાઈ હતી. જેના કારણે શહેનાઝબેન અને તેના પુત્ર રસ્તા પર પટકાતા પુત્રની નજર સામે જ માતા(શહેનાઝબેન) પર ટ્રકનું વ્હિલ ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના કારણે રસ્તા પર કંપારી છોડાવનારા દૃશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *