સ્પેન 16 વર્ષ પછી ફૂટબોલ વર્લ્ડકપ ફાઇનલમાં

સ્પેન 16 વર્ષ પછી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગયું છે. ટીમે પ્રથમ સેમિફાઇનલમાં ફ્રાન્સને 2-0 થી હરાવીને બીજી વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું. ડલાસ સ્ટેડિયમમાં મિકેલ ઓયારઝાબાલે 22મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો. ત્યારબાદ 58મી મિનિટે પેડ્રો પોરોએ ગોલ કરીને સ્પેનની જીત પાકી કરી દીધી.

સ્પેન 2010 પછી ફાઇનલ રમશે. ત્યારે ટીમે ફાઇનલમાં નેધરલેન્ડને 1-0 થી હરાવીને પોતાનો એકમાત્ર વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે, ફ્રાન્સ 2018 અને 2022 પછી સતત ત્રીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવાથી રહી ગયું.

સ્પેનને 22મી મિનિટે પેનલ્ટી મળી. ફ્રાન્સના ડિફેન્ડર લુકાસ ડિગ્નેએ બોક્સની અંદર લામિન યામલ પર ફાઉલ કર્યો. આ પછી રેફરીએ પેનલ્ટી આપી. મિકેલ ઓયારઝાબાલે બોલને ગોલપોસ્ટના જમણા ખૂણામાં મોકલ્યો. આ સાથે સ્પેને 1-0ની લીડ મેળવી લીધી. આ ઓયારઝાબાલનો ટુર્નામેન્ટમાં પાંચમો ગોલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *