ઓસ્ટ્રેલિયામાં મોદીના કાર્યક્રમ પર વિવાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેલબોર્નમાં યોજાયેલા ‘મેલબોર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને પૈસા આપવામાં આવ્યા ન હતા.

આ પહેલા કોંગ્રેસ નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે 9 જુલાઈએ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોને પૈસા આપીને ચાર્ટર્ડ પ્લેનથી બોલાવવામાં આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કાર્યક્રમના આયોજકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને માફી માંગવા અને નિવેદન પાછું ખેંચવાની માગ કરી છે. તેમણે કહ્યું કે આવું નિવેદન ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયનું અપમાન છે. તેનો ખર્ચ BJP, ભારત સરકાર કે ઓસ્ટ્રેલિયા સરકારે ઉઠાવ્યો ન હતો.

જોકે, પીએમ મોદી 9 અને 10 જુલાઈએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતા, જ્યાં યોજાયેલા ‘મેલબોર્ન મીટ્સ મોદી’ કાર્યક્રમમાં લગભગ 30 હજાર લોકો સામેલ થયા હતાશા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *