ધોરાજીમાં NDRF દ્વારા વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ

ધોરાજી શહેરની કેવો શાહ કોલેજ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન NDRFની ટીમે વિદ્યાર્થીઓને કુદરતી તેમજ અન્ય આપત્તિજનક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવા, પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કરવા તેમજ આપત્તિના સમયે પ્રાથમિક બચાવ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, વિવિધ બચાવ પદ્ધતિઓનું પ્રાયોગિક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધોરાજીના મામલતદાર, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, કોલેજના આચાર્ય, શિક્ષકો તેમજ અન્ય સ્થાનિક આગેવાનો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

કાર્યક્રમના સમાપન સમયે NDRFની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને આપત્તિ સમયે ગભરાયા વિના યોગ્ય સમજદારી અને તાલીમના આધારે કાર્ય કરવા અપીલ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *