રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ટેમ્પો સાથે સ્કૂટર અથડાતા પુત્રની નજર સામે પિતાનું મોત

રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા વશરામભાઇ પુંજાભાઈ પરમાર (ઉં.વ.43) નું મોત નીપજ્યું છે. વશરામભાઇ ગઈકાલે પોતાના સ્કૂટર પર પુત્રને પાછળ બેસાડીને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે તેમણે સ્કૂટર પરથી બેલેન્સ ગુમાવતા સ્કૂટર રોડની સાઈડમાં ઉભેલા ટેમ્પો ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં વશરામભાઈને ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દમ તોડ્યો હતો, જ્યારે તેમના પુત્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રોજગારી ન મળતા લોઠડામાં 18 વર્ષીય શ્રમિક યુવકનો આપઘાત રોજગારીની શોધમાં ઉત્તરપ્રદેશથી રાજકોટ આવેલા એક 18 વર્ષના પરિશ્રમી યુવાને આર્થિક અને માનસિક તણાવમાં આવીને જીવન ટૂંકાવી લીધું છે. મૂળ ઉત્તરપ્રદેશનો વતની રાહુલ નાનકુ આર્યા (ઉં.વ.18) છેલ્લા 6 મહિનાથી રાજકોટમાં તેના મોટા ભાઈ સાથે રહેતો હતો. 4 બહેન અને 2 ભાઈઓમાં તે સૌથી નાનો હતો.

નાની ઉંમર હોવાના કારણે તેને ક્યાંય કામ મળતું ન હતું. કામ ન મળવાના કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં રહેતો હતો, જેથી તેણે પોતાની ભાડાની ઓરડીમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. હોસ્પિટલ પહોંચાડતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આજીડેમ પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *