મેષ
Eight of Cups
ભૂતકાળની નિરાશાઓને પાછળ છોડીને આગળ વધો. વિવાદોથી બચવું. પારિવારિક જીવનમાં નવો બદલાવ આવી શકે છે. જૂના સ્થળથી ભાવનાત્મક અંતર અનુભવાશે. આ સમય પોતાની ઓળખ શોધવાનો છે. નકામી ચર્ચાઓમાં તમારી ઊર્જા બગાડશો નહીં. ઘરનું વાતાવરણ શાંત રહેશે. મનનો અવાજ સાંભળીને સાચો માર્ગ પસંદ કરો.
કરિયર: વર્તમાન નોકરીથી થોડો અસંતોષ અનુભવાશે. એવિએશન સેક્ટરના કર્મચારીઓની બદલી થઈ શકે છે. રાજીનામું આપવાનો વિચાર આવી શકે છે. નવા અવસરોની શોધમાં તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે. બોસના વલણથી દુઃખ થઈ શકે છે. નવી અને સારી કંપની શોધી લેવી યોગ્ય રહેશે.
લવ: જે સંબંધમાં કોઈ નવીનતા નથી રહી, તેમાંથી તમે બહાર નીકળવા ઈચ્છશો. પાર્ટનરની ઉદાસીનતા મનને આહત કરશે. ભાવનાત્મક જોડાણનો અભાવ સ્પષ્ટ દેખાશે. નવા પાર્ટનરની શોધમાં ઉતાવળ ન કરવી. અંતર સ્વીકારીને આગળ વધવું જ સારું છે. ગુમાવેલો વિશ્વાસ પાછો મેળવવો મુશ્કેલ બનશે.
સ્વાસ્થ્ય: ડિજિટલ ડિટોક્સ કરો. યોગ દ્વારા તમારી નર્વસ એનર્જીને શાંત કરો. કોઈ શાંત જગ્યાએ જઈને ધ્યાન કેન્દ્રિત કરો. ધ્યાન મુદ્રા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખશે.
લકી કલર: લવન્ડર
લકી નંબર: 1
વૃષભ
King of Swords
કોઈ પણ જટિલ પારિવારિક સમસ્યાનો તાર્કિક ઉકેલ નીકળશે. ઘરના નિર્ણયો લેતી વખતે તમારું વલણ સખત રહેશે. લાગણીઓના બદલે બુદ્ધિથી કામ લેવું લાભદાયક રહેશે. કાનૂની બાબતોમાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થશે. શિસ્તહીનતાને કોઈ પણ ભોગે સહન ન કરો. સત્ય બોલવાની તમારી આદત સન્માન અપાવશે.
કરિયરઃ ન્યાયતંત્ર સાથે જોડાયેલા કર્મચારીઓનો દિવસ ઉત્તમ રહેશે. વરિષ્ઠ વકીલો કોર્ટમાં પોતાની દલીલોથી પ્રભાવિત કરશે. ઓફિસમાં નિયમો અને કાયદાઓનું સખ્તાઈથી પાલન કરો. કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં તેને બરાબર વાંચો, કાર્યસ્થળ પર શિસ્તભંગના પગલાંનો હિસ્સો બનવું પડી શકે છે. સહકર્મીઓ સાથે તમારી વાતચીત સ્પષ્ટ અને સીધી રહેશે.
લવઃ સંબંધમાં પ્રામાણિકતા અને પારદર્શક સંવાદને પ્રાથમિકતા આપો. કોઈ પણ પ્રકારનું જૂઠ તમે સહન નહીં કરો. સીમાઓને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવી આવશ્યક છે. પોતાની અપેક્ષાઓને જીવનસાથી સામે ખૂલીને વ્યક્ત કરો. પ્રેમ જીવનમાં તાર્કિક દૃષ્ટિકોણ અપનાવવો યોગ્ય રહેશે.
સ્વાસ્થ્યઃ માઇગ્રેન અથવા માથાના દુખાવાની સમસ્યાથી કષ્ટ થઈ શકે છે. તણાવને દૂર કરવા માટે ધ્યાન કરો. તાજા ફળોનું સેવન રોગપ્રતિકારક શક્તિને વધુ સારી બનાવશે.
લકી કલરઃ બ્લુ
લકી નંબરઃ 4
મિથુન
Strength
મુશ્કેલ પરિસ્થિતિઓને ધૈર્ય અને સાહસથી સંભાળશો. પારિવારિક વિવાદોને ઉકેલવામાં તમારું શાંત વલણ કામ આવશે. ક્રોધ પર નિયંત્રણ રાખવું એ જ તમારી સૌથી મોટી તાકાત છે. બીજાની ભૂલોને માફ કરવાનું સાહસ બતાવો. પડકારોનો સામનો કરવો આવશ્યક છે. સહનશક્તિ તમારા આત્મવિશ્વાસને વધુ વધારશે. સંઘર્ષ તમને માનસિક રીતે પરિપક્વ બનાવશે.
કરિયરઃ આરોગ્ય કર્મચારીઓ પોતાના દર્દીઓની સંભાળ ધગશથી કરશે. ક્રાઈસિસ મેનેજમેન્ટ ટીમ પોતાની કાર્યક્ષમતાનું અદ્ભુત પ્રદર્શન કરશે. તમારા નેતૃત્વમાં ટીમ જટિલ પ્રોજેક્ટ પૂરો કરશે. ધૈર્યપૂર્વક કામ કરવાથી તમને પ્રમોશનની તક મળશે. બોસની અપેક્ષાઓ પર તમે આજે ખરા ઉતરવાના છો.
લવઃ પ્રેમમાં અસીમ ધીરજ બતાવવી પડશે. ઉગ્ર સાથીને પ્રેમથી શાંત કરશો. તમારો શાંત સ્વભાવ સંબંધમાં સ્થિરતા અને ઊંડાણ લાવશે. સાથીનો દરેક મુશ્કેલ ઘડીમાં પૂરો સાથ નિભાવો. પ્રેમમાં સંયમ રાખવો તમારા માટે અત્યંત ફળદાયી રહેશે. પોતાના સંબંધની ગરિમા જાળવી રાખવી તમારા માટે યોગ્ય છે.
સ્વાસ્થ્યઃ હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે વ્યાયામ કરો. બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવો. ફાઈબર યુક્ત ભોજન પાચન પ્રણાલીને સક્રિય રાખશે.
લકી કલરઃ કાળો
લકી નંબરઃ 8
કર્ક
Three of Swords
કોઈ નજીકની વ્યક્તિની કડવી વાતો તમને દુઃખી કરી શકે છે. પારિવારિક જીવનમાં કોઈ પ્રકારની નિરાશા હાથ લાગશે. લાગણીઓ વ્યક્ત કરીને પોતાના મનનો બોજ હળવો કરો. કોઈ મિત્ર તરફથી તમને અણધારી રીતે દગો મળશે. ક્ષમા કરવાની ભાવના તમને શાંતિ આપશે. કોઈ પણ પ્રકારની ચર્ચા કે વિવાદથી ખુદને બચાવો.
કરિયરઃ એચઆર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને લે-ઓફ સામનો કરવો પડશે. કોઈ અહમ પ્રોજેક્ટમાંથી તમને અચાનક હટાવી દેવામાં આવી શકે છે. કાર્યસ્થળ પર તમારા વિશ્વાસનો અયોગ્ય લાભ ઉઠાવવામાં આવશે. નિષ્ફળતાના દુઃખમાંથી બહાર નીકળીને નવો વિકલ્પ વિચારો. નવા ઇન્ટરવ્યૂની તૈયારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ સંબંધમાં ત્રીજી વ્યક્તિના કારણે કષ્ટ થશે. બ્રેકઅપના દુઃખમાંથી ઉભરવામાં થોડો સમય લાગશે, ખુદને સમય આપો. જીવનસાથી સાથે વાતચીતનો અભાવ તમારા સંબંધને નબળો કરશે. પોતાની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરો. નકારાત્મક ભાવનાઓને મનમાંથી કાઢીને સકારાત્મકતા અપનાવો.
સ્વાસ્થ્યઃ ગભરામણ અને ડિપ્રેશનથી બચવા માટે થેરાપિસ્ટને મળો. એક્યુપંક્ચર ટેકનિક તમારા ચેતાતંત્રને આરામ આપશે. અનિદ્રાથી બચવા માટે સૂતા પહેલાં ધ્યાન કરો. પૌષ્ટિક આહાર પસંદ કરો.
લકી કલરઃ રાખોડી
લકી નંબરઃ 4
સિંહ
The Fool
આજે નવી શરૂઆતનું સ્વાગત કરો. એક રોમાંચક ટ્રિપની યોજના બની શકે છે. પારિવારિક સમસ્યાઓને તમે એક નવા દૃષ્ટિકોણથી જોશો. બાળકો સાથે રમતી વખતે તમારું મન પ્રસન્ન રહેશે. પોતાની અંતઃસ્ફુરણા પર વિશ્વાસ રાખીને સચોટ નિર્ણય લો. ચિંતાઓને છોડીને વર્તમાનનો આનંદ ઉઠાવો. દિવસ પૂરો બેફિકર થઈને વિતાવવો યોગ્ય રહેશે.
કરિયરઃ ફ્રેશર્સને નોકરીની ઓફર મળશે. ઇન્ટર્નશિપ કરી રહેલા વિદ્યાર્થીઓને નવું કૌશલ્ય શીખવા મળશે. કાર્યસ્થળ પર તમે જોખમ લઈને એક નવો પ્રોજેક્ટ શરૂ કરશો. ઓફિસની રાજનીતિની ચિંતા કર્યા વિના કામ કરતા રહો. કોઈ સ્ટાર્ટઅપ કંપનીમાં કામ કરવાનો અવસર પ્રાપ્ત થશે.
લવઃ બ્લાઇન્ડ ડેટ નવો રોમાંચ લાવશે. કોઈ પણ પ્રકારના મોટા કમિટમેન્ટથી બચશો. પાર્ટનર સાથે હસી-મજાકમાં તમારો સમય વિતશે. સંબંધમાં નિખાલસતા તમારા બંધનને મજબૂત કરશે. વર્તમાન પળોને જીવશો. પ્રેમનો એકરાર કરવા માટે આ એક ઉત્તમ દિવસ છે.
સ્વાસ્થ્યઃ નવો ફિટનેસ ક્લાસ જોઈન કરવી તમારા માટે ઉત્સાહવર્ધક રહેશે. પોતાને તણાવમુક્ત અને યુવાન અનુભવશો. તાજી હવા શ્વસનતંત્રને પૂર્ણ રૂપે સ્વચ્છ કરશે.
લકી કલરઃ પીળો
લકી નંબરઃ 3
કન્યા
Six of Swords
જીવનની તમામ ઉથલપાથલમાંથી હવે શાંતિ મળશે. પરિવાર સાથે કોઈ સુરક્ષિત સ્થાન પર જવું શક્ય બનશે. માનસિક તણાવના ગાળામાંથી તમે ધીમે-ધીમે બહાર આવશો. બદલાવને ખુલ્લા મનથી સ્વીકારવો તમારા માટે યોગ્ય છે. જૂની સમસ્યાઓનો એક નક્કર અને કાયમી ઉકેલ નીકળી આવશે. જીવનની નવી દિશા તમને એક સુરક્ષિત ભવિષ્ય પ્રદાન કરશે. કોઈ મિત્રની સહાયતાથી તમારા અટકેલા કામ બનશે. નકારાત્મક વાતાવરણથી દૂર જવું તમારા હિતમાં રહેશે.
કરિયરઃ લોજિસ્ટિક્સ સાથે જોડાયેલા કર્મચારીઓનો દિવસ સરળતાથી વિતશે. ઓફિસમાં તમને બીજા શહેરની બ્રાન્ચમાં ટ્રાન્સફર મળી શકે છે. કાર્યસ્થળના જૂના વિવાદો હવે શાંત થતા દેખાશે. સપ્લાય ચેઈન વિભાગના અધિકારીઓ પોતાના લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરશે.
લવઃ લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં સાથીને મળવા જશો. પરસ્પર ગેરસમજોને પાછળ છોડીને તમે એક નવી શરૂઆત કરશો. જીવનસાથી સાથે એકાંત જગ્યા પર સમય વિતાવવો સુખદ રહેશે. સિંગલ લોકો જૂની યાદોમાંથી નીકળીને નવા વિકલ્પો શોધશે. પ્રેમમાં સકારાત્મક અને મધુર શાંતિ સ્થાપિત થશે.
સ્વાસ્થ્યઃ લાંબી અને ક્રોનિક બીમારીમાંથી હવે તમને ધીમે-ધીમે રિકવરી મળશે. દિનચર્યામાં મેડિટેશનને સામેલ કરો. પર્યાપ્ત આરામ શરીરને રોગમુક્ત થવામાં મદદ કરશે.
લકી કલરઃ લીલો
લકી નંબરઃ 5
તુલા
The Tower
પરિવારમાં અચાનક સામે આવેલી કોઈ સચ્ચાઈથી તમે હેરાન થઈ જશો. બનેલી પારિવારિક યોજનાઓ અચાનક જ ખોરવાઈ શકે છે. જૂના અને ખોખલા વિશ્વાસ આજે ધરાશાયી થઈને તૂટશે. ઘરના સમારકામનું કોઈ અચાનક કામ સામે આવી શકે છે. અહંકારને છોડીને વાસ્તવિકતાનો સામનો કરવો તમારા માટે આવશ્યક છે.
કરિયરઃ બાંધકામ અને આર્કિટેક્ચરના કર્મચારીઓને કાર્યસ્થળ પર પડકારો મળશે. કંપનીમાં પુનર્ગઠનની અચાનક કોઈ ખબર આવી શકે છે. પ્રોજેક્ટ નિષ્ફળ જવાથી તમારે નવેસરથી કામ કરવું પડશે. ઓફિસમાં કોઈ મોટા અધિકારીની અચાનક બદલી થઈ શકે છે. સુરક્ષિત માનવામાં આવતી નોકરીમાં અચાનક અસ્થિરતા અનુભવાશે. નવી દિશા નક્કી કરશો.
લવઃ જૂની નકારાત્મક આદતોને અચાનક જ તોડી દેશો. જીવનસાથી સાથે તીખી અને અણધારી ચર્ચા કે વાદ-વિવાદની સંભાવના છે. સિંગલ લોકોને ડેટિંગમાં ચોંકાવનારી સચ્ચાઈ ખબર પડશે. મોહભંગ થયા પછી તમે વાસ્તવિકતાને ઊંડાણથી સમજશો. ક્રોધમાં આવીને કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લેવાથી બચો.
સ્વાસ્થ્યઃ પથરીનો દુખાવો તમને અચાનક પરેશાન કરી શકે છે. ડાયટમાં અચાનક કરવામાં આવેલો બદલાવ પાચનક્રિયાને પ્રભાવિત કરશે.
લકી કલરઃ કેસરી
લકી નંબરઃ 9
વૃશ્ચિક
Five of Swords
પડોશીઓ સાથે નાની વાતો પર નકામી ચર્ચાથી બચો. અહંકારની લડાઈ જીતવાથી તમારા કેટલાક સંબંધો તૂટી જશે. કડવા વેણ બોલવાથી પરિવારનું વાતાવરણ બગડી શકે છે. જીત હાંસલ કરવા માટે અનૈતિક સાધનોનો પ્રયોગ ન કરો. વિવાદોથી દૂર રહેવું એ જ આજે તમારી સૌથી મોટી બુદ્ધિમાની છે. કોઈ સ્વાર્થી વ્યક્તિની અસલિયત તમારી સામે સ્પષ્ટપણે આવશે.
કરિયરઃ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં કડી અને અયોગ્ય હરીફાઈ જોવા મળશે. કોઈની સાથે તીખી ચર્ચા તમારા કરિયર ગ્રાફને નુકસાન પહોંચાડશે. કાર્યસ્થળ પર તમારા આઈડિયાને સુરક્ષિત રાખવા તમારા માટે આવશ્યક છે. નોકરીમાં આજે કૂટનીતિક વલણ અપનાવવું તમારા માટે વધુ સુરક્ષિત રહેશે. મેનેજમેન્ટ સામે પોતાની વાતોને નિષ્પક્ષ રીતે રાખો.
લવઃ અહંકારના કારણે તમે જીવનસાથીથી આજે અંતર બનાવી લેશો. સંબંધમાં તાણા મારવાની આદત તમારા પ્રેમને નષ્ટ કરશે. પોતાની ભૂલ માનીને માફી માંગવાથી સંબંધ સુરક્ષિત રહેશે. ચર્ચા કે વિવાદ જીતવાના ચક્કરમાં પાર્ટનરને ખોઈ શકો છો. સિંગલ લોકોએ કપટી લોકોથી બચવું. અસંમતિના સમયે પણ સન્માનજનક અને મધુર ભાષાનો પ્રયોગ કરો. પ્રેમ સંબંધોમાં કોઈ પણ પ્રકારની કડવાશ ન લાવો.
સ્વાસ્થ્યઃ ગળાના ઇન્ફેક્શનથી બચવા માટે નવશેકા પાણીનું સેવન કરો. હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આજે ક્રોધથી બચવું આવશ્યક છે. બીજા સાથે ઉલઝવાથી તમારી માનસિક શાંતિ છીનવાઈ જશે.
લકી કલરઃ જાંબલી
લકી નંબરઃ 2
ધન
Four of Wands
પારિવારિક પુનર્મિલનનો આ એક અત્યંત સુખદ અને ઉત્તમ અવસર છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. સમાજમાં તમારા પરિવારની પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિ થશે. ગૃહપ્રવેશ અથવા નવી મિલકત ખરીદવા માટે દિવસ ઉત્તમ છે. તમારા ઘરનું વાતાવરણ આજે શાંતિ અને ઉલ્લાસથી ભરેલું રહેશે.
કરિયરઃ ઇવેન્ટ મેનેજમેન્ટના કર્મચારીઓને આજે પોતાનું લક્ષ્ય સરળતાથી મળશે. કોન્ટ્રાક્ટની નોકરી કાયમી થવાની સંભાવના છે. મેનેજમેન્ટ તમારા શ્રેષ્ઠ પ્રદર્શનને પુરસ્કારથી સન્માનિત કરશે. ટીમ વર્ક દ્વારા તમે કોઈ જટિલ કાર્યને ઉકેલી લેશો.
લવઃ સંબંધને લગ્નમાં બદલવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે. પાર્ટનરની મુલાકાત પરિવારના લોકો સાથે કરાવવાનો આ સાચો અવસર છે. સાથે રહેવાનો નિર્ણય આજે અંતિમ રૂપ લેશે. સિંગલ લોકોની સગાઈ નક્કી થવાની પ્રબળ સંભાવના છે. પ્રેમ જીવનમાં આજે તમને પૂર્ણ સ્થિરતા અને સુરક્ષા અનુભવાશે.
સ્વાસ્થ્યઃ માનસિક પ્રસન્નતા રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. ત્વચા પર એક નવો નિખાર આવશે. દિનચર્યામાં વ્યાયામ જાળવી રાખવો તમારા માટે લાભકારી સાબિત થશે.
લકી કલરઃ બ્રાઉન
લકી નંબરઃ 7
મકર
The Sun
તમારા તમામ ભ્રમ દૂર થશે. ઘરમાં બાળકોની હસી-ખુશીથી વાતાવરણ આનંદમય બની રહેશે. કોઈ પણ ગૂંચવાયેલા મામલામાં તમને પૂર્ણ સ્પષ્ટતા પ્રાપ્ત થશે. સકારાત્મક વિચારસરણી તમારા દરેક અટકેલા કામને સરળતાથી બનાવશે. સમાજમાં તમારો મોભો નવા સ્તરે પહોંચશે. ઈશ્વરની કૃપાથી તમારા માર્ગના અવરોધો દૂર થશે.
કરિયરઃ શિક્ષણ સાથે જોડાયેલા લોકોનો દિવસ આજે ઉત્કૃષ્ટ રહેશે. ઓફિસમાં તમારા કામને મેનેજમેન્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત થશે. પ્રમોશનની અટકેલી ફાઈલ પાસ થઈ જશે. નવા જોબ ઇન્ટરવ્યૂમાં સરળતાથી સફળતા મળશે. પ્રતિષ્ઠિત કંપની તરફથી શ્રેષ્ઠ પેકેજનો પ્રસ્તાવ મળશે.
લવઃ સંબંધમાં ભરપૂર હૂંફ અને અત્યંત સચ્ચાઈ જોવા મળશે. જીવનસાથી સાથે કોઈ ખુલ્લી જગ્યાએ પિકનિક મનાવવા જશો. તમામ ગેરસમજો બરફની જેમ પીગળી જશે. પ્રેમમાં ફક્ત અસીમ આનંદ અને સુખદ શાંતિ રહેશે. પરસ્પર વિશ્વાસના કારણે તમારું વૈવાહિક જીવન આનંદમય બનેલું રહેશે.
સ્વાસ્થ્યઃ વિટામિન ડી પ્રાપ્ત કરવા માટે સવારનો કુણો તડકો અવશ્ય લો. ત્વચા સંબંધી જૂના રોગોથી તમને છુટકારો મળશે. મેટાબોલિઝમ સારા સ્તરે કાર્ય કરશે.
લકી કલરઃ ગુલાબી
લકી નંબરઃ 6
કુંભ
The Moon
પોતાની ઇન્ટ્યુશન પર વધુ ભરોસો કરો. પરિવારમાં કોઈ છુપાયેલા ઉદ્દેશ્યને સમજવાનો પ્રયાસ કરો. કોઈ પણ ઉતાવળિયો અને મહત્ત્વનો નિર્ણય ન લો. આત્મવિશ્વાસ બનેલો રહેશે. આસપાસની પ્રવૃત્તિઓ પર પોતાની ચાંપતી નજર રાખવી આવશ્યક છે. મહિલાઓનું માર્ગદર્શન તમારી સફળતામાં સહાયક સાબિત થશે. આ એક સારો દિવસ સાબિત થશે.
કરિયરઃ ક્રિએટિવ રાઇટિંગ અને કલા ક્ષેત્રના કર્મચારીઓને નવા વિચારો મળશે. કાર્યસ્થળ પર મેનેજમેન્ટ સાથે કોઈ વાત પર ગેરસમજ ઊભી થઈ શકે છે. છુપાયેલી ઓફિસ પોલિટિક્સ તમારા કામને માનસિક રીતે પ્રભાવિત કરશે. કોઈ પણ નવા દાવેજ પર આજે સહી કરવાનું ટાળો. કરિયર સાથે જોડાયેલી અફવાઓ પર ધ્યાન ન આપો.
લવઃ અસુરક્ષાની ભાવના તમારા પ્રેમ જીવનમાં વ્યર્થનો તણાવ લાવશે. પાર્ટનર પ્રત્યે મનમાં ઉઠતી અકારણ શંકાઓથી બચો. પરિત્યાગનો જૂનો ડર આજે મનમાં ફરી ઉભરી શકે છે. સંબંધમાં પોતાની ભાવનાઓને સ્પષ્ટપણે શેર કરો. સિંગલ લોકોએ ઓનલાઇન મળી રહેલા પ્રસ્તાવોની ઊંડાણથી તપાસ કરવી.
સ્વાસ્થ્યઃ હોર્મોનલ અસંતુલનના કારણે તમારે મૂડ સ્વિંગ્સનો સામનો કરવો પડી શકે છે. ધ્યાન અને આધ્યાત્મિક સંગીતનો આશરો લો. પ્રવાહી પદાર્થોનું સેવન વધારીને શરીરને હાઇડ્રેટેડ રાખવું આવશ્યક છે.
લકી કલરઃ સફેદ
લકી નંબરઃ 1
મીન
Three of Pentacles
પરિવારના તમામ સભ્યો પરસ્પર સહયોગથી કઠિન કાર્યો પૂરા કરશે. બીજાના અભિપ્રાયને સન્માન આપવું તમારા માટે અત્યંત લાભદાયી રહેશે. સમાજમાં તમારા ઉત્કૃષ્ટ કૌશલ્ય અને સમજની પ્રશંસા થશે. કોઈ પણ સામૂહિક કાર્યમાં તમારી ભૂમિકા સૌથી વધુ મહત્વપૂર્ણ રહેશે. ઘરનું વાતાવરણ આજે અત્યંત રચનાત્મક અને સહયોગાત્મક બનેલું રહેશે.
કરિયરઃ સોફ્ટવેર ડેવલપમેન્ટના કર્મચારીઓને ઉત્તમ ટીમ વર્કનો અનુભવ મળશે. મેનેજમેન્ટ તમારી કાર્યક્ષમતા અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી અત્યંત પ્રસન્ન થશે. આર્કિટેક્ચર ફિલ્ડના લોકોને મોટો કોર્પોરેટ પ્રોજેક્ટ મળી શકે છે. પોતાના કૌશલ્યને નિખારવા માટે નવી ટ્રેનિંગમાં ભાગ લો.
લવઃ સંબંધને મજબૂત બનાવવા માટે પાર્ટનર સાથે મળીને યોજનાઓ બનાવો. ભવિષ્યની આર્થિક સુરક્ષા પર જીવનસાથી સાથે તાર્કિક ચર્ચા કરો. પ્રેમ જીવનમાં આજે વ્યવહારિક દૃષ્ટિકોણ અપનાવવો ખૂબ આવશ્યક છે. સિંગલ લોકોને ઓફિસના કોઈ સહયોગી તરફથી પ્રેમ પ્રસ્તાવ મળશે. પરસ્પર સમસ્યાઓને ઉકેલવામાં બંનેની સમાન ભાગીદારી જોવા મળશે.
સ્વાસ્થ્યઃ ફિટનેસ માટે કોઈ પ્રોફેશનલ ટ્રેનરની સલાહ લેવી લાભદાયી રહેશે. સ્નાયુઓનો દુખાવો દૂર કરવા માટે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરો. ડાયટ ચાર્ટ બનાવવા માટે ન્યુટ્રિશનિસ્ટની મદદ લેવી યોગ્ય રહેશે.
લકી કલરઃ પીચ
લકી નંબરઃ 9