મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે, વંદે માતરમથી સ્વાગત

પીએમ મોદી બે દિવસીય પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ગુરુવારે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે મુલાકાત કરશે. મુલાકાતમાં બંને નેતાઓ વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત થશે.

ત્યારબાદ પીએમ ભારત-ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લેશે અને બંને દેશોના મુખ્ય ઉદ્યોગપતિઓને સંબોધિત કરશે. ત્યારબાદ મોદી મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં મીટ કાર્યક્રમમાં સામેલ થશે. આમાં લગભગ 40 હજાર ભારતીય મૂળના લોકો સામેલ થવાનો અંદાજ છે. અહીંથી 11 જુલાઈએ ન્યુઝીલેન્ડ રવાના થશે.

મેલબોર્નમાં બિઝનેસ લીડર્સને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, થોડા મહિનાઓ પહેલા જ ભારતે ન્યૂક્લિયર સેક્ટરનેખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂક્યું છે. અમે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા હાસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓસ્ટ્રેલિયાનો વિશાળ યુરેનિયમ ભંડાર ભારતની પરમાણુ ઉર્જા યાત્રાને નવી ગતિ આપી શકે છે. આપણા બંને દેશો માટે આ ક્ષેત્રમાં સહયોગ વધારવાની ઐતિહાસિક તકો રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *