રામનાથ મંદિરને ગાંડીવેલ અને કચરામુક્ત કરાશે

રાજકોટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા દર ચોમાસા દરમિયાન રાજકોટના લાખો ભક્તોના આસ્થા અને શ્રદ્ધા બિંદુના કેન્દ્ર સમાન રામનાથ મહાદેવ મંદિરની જગ્યા પર નદીના પ્રવાહ સાથે વહી આવતી ગંદકી રોકવા માટે એક મહત્વપૂર્ણ પાયલટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ચોમાસામાં ઉપરવાસમાંથી અને નદીના આગળના ભાગમાંથી વરસાદી પાણીના ભારે પ્રવાહ સાથે જળકુંભી (ગાંડીવેલ), પ્લાસ્ટિક અને અન્ય તરતો કચરો ઘસડાઈને રામનાથ મંદિર સુધી પહોંચી જતો હોય છે.

જેના કારણે પવિત્ર ધાર્મિક સ્થળ પર ગંદકી ફેલાય છે. જેને અટકાવવા એકપણ રૂપિયાનાં ખર્ચ વિના એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જે અંતર્ગત આજીનદીનાં ચુનારાવાડ બ્રિજની પાસે આધુનિક ટ્રેશ બેરિયર લગાવાયા છે. જેના કારણે મંદિર પાસે ગાંડીવેલ અને કચરો નહીં થવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

CEE ડિપાર્ટમેન્ટ સાથે ખાસ mou પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, મનપા કમિશ્નરના સીધા માર્ગદર્શન હેઠળ શહેરમાં પ્રથમ વખત સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) ડિપાર્ટમેન્ટ સાથે એક ખાસ MOU કરવામાં આવ્યા છે. આ નવતર પ્રયોગ હેઠળ આજી નદીમાં રામનાથપરા મહાદેવ મંદિર પહેલા આવેલા ચુનારાવાડ બ્રિજ પાસે આધુનિક ટ્રેશ બેરિયર લગાવીને કચરાને તેમજ ગાંડીવેલને એક જ સ્થળે નિયંત્રિત કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મહાનગરપાલિકાના આ પ્રયાસને પ્રારંભિક તબક્કે જ મોટી સફળતા મળી છે અને આજી નદીમાં આગળ વધતો જળકુંભીનો વ્યાપ અટકી ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *