મુંબઈમાં ભારે વરસાદથી રાજકોટ ડિવિઝનની ટ્રેનો પ્રભાવિત

મુંબઈમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેક ઉપલબ્ધ ન હોવાથી રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 5 ટ્રેન રદ્દ કરવામાં આવી છે. જ્યારે 7 જુલાઈના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, જેને અગાઉ સંપૂર્ણપણે રદ જાહેર કરાઈ હતી, તે હવે અમદાવાદ જંક્શનથી મુંબઈ સેન્ટ્રલ સુધી શોર્ટ ઓરિજિનેટ થઈને દોડશે. આમ, આ ટ્રેન વેરાવળ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

વરસાદના કારણે ટ્રેનના સંચાલનમાં ફેરફાર રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવ્યા અનુસાર 7 જુલાઈ, 2026ના રોજ પોરબંદરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19016 પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ, ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ અને જામનગરથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ રદ રહેશે. આ ઉપરાંત 8 જુલાઈ,2026ના રોજ વેરાવળથી ઊપડનારી ટ્રેન સંખ્યા 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ તેમજ 9 જુલાઈ,2026ના રોજ ઓખાથી ઊપડનારી ટ્રેન સંખ્યા 22946 ઓખા– મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ પણ રદ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને યાત્રાનું આયોજન કરવા અને ટ્રેનની વિગતો માટે વેબસાઈટ પર વિઝીટ કરવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *