ઊંડા તળાવમાં યુવક ડૂબી ગયો, ફાયરે મૃતદેહ બહાર કાઢ્યો

રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે બે અલગ-અલગ સ્તબ્ધ કરી દેતી ઘટનાઓ સામે આવી છે. જેમાં એકતરફ કાળમુખા પાણીએ 26 વર્ષના આશાસ્પદ યુવકનો જીવ છીનવી લીધો, તો બીજીતરફ મોતના મુખમાં ધકેલાયેલા એક અબોલ જીવ માટે ફાયર બ્રિગેડની ટીમ દેવદૂત બનીને પહોંચી હતી. અને કૂવામાં ફંસાયેલા અબોલને નવજીવન આપ્યું હતું.

બંને ઘટનાનાં લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે. જેને લઇને લોકો પણ કટોકટીની પળોમાં પોતાની જાનની પરવા કર્યા વિના ખડેપગે રહેતા ફાયરના જવાનોની પ્રશંસા કરી રહી છે.

ઊંડા તળાવમાં એક યુવક ડૂબી જતાં મોત થયું પહેલી હૃદયદ્રાવક ઘટના આજે સવારના સમયે ગઢકા રોડ પર આવેલા ઢાઢણી ગામે બની હતી. સવારે 9:44 વાગ્યે નાનામૌવા કંટ્રોલ રૂમની ઘંટડી રણકી હતી. ફોનની બીજી તરફથી ગામના સરપંચે અત્યંત ગભરાયેલા અવાજે માહિતી આપી હતી કે, ગામમાં બાબુભાઈ દરબારની વાડીની બાજુમાં આવેલા ઊંડા તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. આ ગંભીર સંદેશો મળતા જ કંટ્રોલ રૂમ એક્શનમાં આવ્યો હતો અને તાત્કાલિક કોઠારીયા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમને વિશેષ સાધનો સાથે ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *