રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા ધોરાજી શહેરમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ ભાજપના કાર્યકરોને સંગઠનની વિચારધારા, સેવા, સુશાસન અને સંગઠનાત્મક જવાબદારીઓ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જનસંપર્કને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.