બંધ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા યુવકનું મોત

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ગમખ્વાર અકસ્માત અને ચોરીની મોટી ઘટનાઓ સામે આવી છે. કુવાડવા રોડ પર ઉભેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે, જ્યારે લોઠડા નજીક પાર્ક કરેલી બોલેરો અચાનક ચાલુ થઈને ફરી વળતાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 10 વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. બીજી તરફ, શહેરના વ્યસ્ત કંસારા બજારમાં તસ્કરો ત્રાટકીને રૂ. 4.79 લાખની મતા ચોરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

બેડી ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત રાજકોટથી શુક્લ પીપળીયા ગામ તરફ જઈ રહેલા એક યુવાનને રસ્તામાં કાળ આંબી ગયો હતો. મૂળ શુક્લ પીપળીયાનો અને હાલ રાજકોટના પેડક રોડ પર આવેલા બંગડીના કારખાનામાં મજૂરી કામ કરતો કરણ મહેશભાઈ સરવૈયા (ઉં.વ. 20) ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ પોતાનું બાઈક લઈને વતન જઈ રહ્યો હતો.

બેડી ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા ઓવરબ્રિજની નીચે ઉતરતા રોડ પર એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલો હતો. રાત્રિના અંધારામાં આ ઉભેલો ટ્રક ધ્યાને ન આવતા કરણનું બાઈક ટ્રકની પાછળના ભાગે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં કરણને તાત્કાલિક 108 મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બે ભાઈઓમાં નાનો અને કમાવ દીકરો છીનવાઈ જતાં પરિવારમાં કટોકટી છવાઈ ગઈ છે. કુવાડવા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાર્ક કરેલી બોલેરો અચાનક ચાલવા લાગતા બાળકનું મોત રાજકોટ નજીક આવેલા લોઠડા જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોઠડામાં આવેલા વરુણ કાસ્ટિંગ કારખાના પાસે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની અનિલભાઈ મખોડિયાનો 10 વર્ષનો પુત્ર આર્યન ગઈકાલે પોતાના ઘર પાસે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *