તીર્થયાત્રા કરી રહેલાં 9 ભિક્ષુઓનાં કમકમાટીભર્યા મોત, માતા-પિતાની મંજૂરી વિના પિકઅપ ટ્રક લઈને નીકળ્યો હતો

થાઈલેન્ડના મુકદાહન શહેરમાં ગુરુવારે એક 11 વર્ષીય બાળકે પોતાના માતા-પિતાના પિકઅપ ટ્રકને રસ્તા પર ચાલતા બૌદ્ધ ભિક્ષુઓ ઉપર ચઢાવી દીધી હતી, જેમાં ઓછામાં ઓછા 9 ભિક્ષુઓનાં મોત થયા છે.

ઘટના સવારે 11 વાગ્યા આસપાસની છે, જે રાજધાની બેંકોકથી લગભગ 650 કિમી દૂર બની છે. આ ઘટનાનો એક હૃદય કંપાવતો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ટ્રક ભિક્ષુઓને રસ્તા પર ઉડાડતો જોવા મળી રહ્યો છે.

મંદિર સુધી તીર્થ યાત્રા કરી રહ્યા હતા ભિક્ષુક

મુકદાહન પ્રાંતના રાજ્યપાલ વોરાયન બુનારતે જણાવ્યું કે 34 બૌદ્ધ ભિક્ષુઓ અને 5 ગૃહસ્થ અનુયાયિઓનું એક સમૂહ પ્રાંતના એક મંદિરથી પાડોસી ઉબોન રત્ચથાનીમાં સ્થિત બીજા મંદિર સુધી તીર્થયાત્રા કરી રહ્યા હતા. તે સમયે આ 11 વર્ષના છોકારએ તેમને ટક્કર મારી દીધી. ઘટના સ્થળે જ 5 ભિક્ષુઓનાં મોત થઈ ગયા હતા અને 4એ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. મુકદાહન પ્રાંતીય કાર્યાલયે 9 ભિક્ષુઓનાં મોતની ઘોષણા કરી. 3 અન્ય ગંભીર રીતે ઘાયલ છે.

પોલીસે જણાવ્યું કે આરોપી ચાલક છોકરાએ તેના માતા-પિતાની પિકઅપ ટ્રક મંજૂરી વિના લઈ લીધી હતી અને લગભગ 10 કિમી સુધી તેને ચલાવતો રહ્યો હતો, ત્યાર બાદ તેણે વાહન ઉપર નિયંત્રણ ગુમાવ્યું અને ભિક્ષુઓને અડફેટે લઈ લીધા. પ્રાંતનાં પોલીસ પ્રમુખ, મેજર જનરલ પૈરોઝ થાઈફુત્રાએ કહ્યું કે હજુ સુધી કોઈ આરોપ નોંધાયા નથી. આ મામલે તપાસ ચાલુ છે. અત્યાર સુધી છોકરાની પૂછપરછ થઈ શકી નથી કેમ કે તે નિવેદન આપવામાં અસમર્થ છે.

થાઈલેન્ડમાં ભિક્ષુઓનું સન્માન

થાઈલેન્ડમાં બૌદ્ધ ભિક્ષુઓનું ખૂબ સન્માન કરવામાં આવે છે કારણ કે તેમને બુદ્ધના ઉપદેશોનું સંરક્ષણ અને પ્રસાર કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જાહેર સરઘસો અસામાન્ય નથી, જેમાં જનતા ઘણીવાર ભિક્ષુઓને સદ્ભાવના રૂપે ભોજન અને મૂળભૂત જરૂરિયાતોનું દાન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *