અયાતુલ્લા અલી ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયેલના હવાઈ હુમલામાં મોત થયું હતું. 131 દિવસ બાદ તેમને મશહદ શહેરમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે.
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનીની અંતિમ વિદાયની વિધિઓ શરૂ થઈ ગઈ છે. ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાન સહિત દેશની ટોપ લીડરશિપ શુક્રવારે તેહરાનમાં ખામેનીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી હતી. આ દરમિયાન સુરક્ષાના કારણોસર અયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મુજતબા ખામેની સામેલ થયા નહોતા.
અંતિમ સંસ્કારના કાર્યક્રમોમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. જોકે રશિયા, ચીન, ભારત અને તુર્કી જેવા દેશોના ટોપ લીડર્સે આનાથી અંતર જાળવ્યું હતું. ઈરાન તરફથી આમંત્રણ મોકલવામાં આવ્યું હોવા છતાં તેઓએ પોતાના નીચલા સ્તરના પ્રતિનિધિઓને મોકલ્યા હતા.
જોકે પાકિસ્તાન, ઈરાક, આર્મેનિયા, તાજિકિસ્તાન, જ્યોર્જિયા જેવા દેશોના ટોપ લીડર્સ આ સમારોહમાં પહોંચ્યા હતા. બીજી તરફ, ભારત તરફથી સત્તાવાર રીતે વિદેશ રાજ્ય મંત્રી પબિત્ર માર્ગેરિટા અને બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનૈન સામેલ થયા હતા.