ટેક્સાસ ડેટા સેન્ટર, 47 લાખ કરોડનો પ્રોજેક્ટ

દુનિયાની AI રેસ હવે માત્ર ટેક કંપનીઓ અને સુપરપાવર દેશોની લડાઈ નથી રહી. તેની કિંમત નિર્માણ સાઇટ્સ પર કામ કરી રહેલા કામદારો પણ ચૂકવી રહ્યા છે.

અમેરિકાના ટેક્સાસ સ્થિત એબિલીનમાં બની રહેલું સ્ટારગેટ ડેટા સેન્ટર 500 અબજ ડોલર (47.18 લાખ કરોડ રૂપિયા)નો મેગા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. તેને ઓપનએઆઈ, ઓરેકલ અને સોફ્ટબેંક જેવા દિગ્ગજો મળીને બનાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેને અમેરિકાની AI તાકાતનો મોટો દાવ જણાવી ચૂક્યા છે. ઉદ્દેશ્ય છે ચીનને AI રેસમાં પાછળ છોડવું. પરંતુ ટાઈમની ગ્રાઉન્ડ તપાસ આ ચમકદાર પ્રોજેક્ટનું બીજું ચિત્ર દર્શાવે છે.

રિપોર્ટ અનુસાર, ઝડપી નિર્માણની આ અંધ દોડમાં મજૂરોનો જીવ અને સુરક્ષાને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહી છે. પ્રોજેક્ટ સાઇટ પર 8,000 મજૂરો સાથે અનેક અકસ્માતો સામે આવ્યા છે. ઓશા રેકોર્ડ્સ સંસ્થા અનુસાર, 2025માં ઘણા મજૂરોના પગમાં ફ્રેક્ચર થયું. એક મજૂર એક્સકેવેટર નીચે દબાયો. એક સીડી પરથી પડ્યો. એક પર 1,400 પાઉન્ડ વજનવાળા કાચના પેનલ પડ્યા. એક મજૂર પોર્ટા-પોટીમાં મૃત હાલતમાં મળ્યો. ડિસેમ્બર 2024થી સાઇટ પરથી 911 પર 14 ઇમરજન્સી કોલ નોંધાયા. આમાં ઇજા, હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને હાર્ટ એટેક જેવી મેડિકલ ઇમરજન્સીનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ પર કામ કરી રહેલી બે ઠેકેદાર કંપનીઓ પર અદાલતમાં કેસ ચાલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *