સેશેલ્સમાં PM મોદી ભારતીય સમુદાયને મળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે તેમના ત્રણ દિવસીય સેશેલ્સ પ્રવાસના છેલ્લા દિવસે ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. તેમણે વિક્ટોરિયામાં પ્રવાસી ભારતીયો સાથે વાતચીત કરી અને તેમની સાથે ફોટા પણ પડાવ્યા હતા.

આ પહેલા ભારત અને સેશેલ્સે 19 મોટા કરારો અને વિકાસ પરિયોજનાઓની જાહેરાત કરી. આમાં સેશેલ્સમાં UPI આધારિત ડિજિટલ ચુકવણી શરૂ કરવી, 1,250 કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ (લોન), સાયબર સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ, અંતરિક્ષ અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સહમતિનો સમાવેશ થાય છે.

ભારતે સેશેલ્સને એક ફાસ્ટ પેટ્રોલ વેસલ, 10 યુટિલિટી વાહન, 5 બોટ, 6 એમ્બ્યુલન્સ, 500 મેટ્રિક ટન ચોખા અને 8,500 મેટ્રિક ટન સિમેન્ટ પણ સોંપ્યા. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ કરારો કરવામાં આવ્યા.

હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે, ભારત સાથે 19 મોટા કરાર પર મહોર, 1250 કરોડની લોન પણ મળશે

ભારત અને સેશેલ્સે રવિવારે 19 મોટા કરારો અને વિકાસ પરિયોજનાઓની જાહેરાત કરી. વડાપ્રધાન મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિનીની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી સંરક્ષણ, ડિજિટલ ચુકવણી, આરોગ્ય, શિક્ષણ, અવકાશ અને દરિયાઈ સુરક્ષા જેવા અનેક ક્ષેત્રોમાં સહયોગ મજબૂત થશે.

સૌથી મોટી જાહેરાત એ રહી કે હવે સેશેલ્સમાં પણ ભારતની UPI આધારિત ડિજિટલ ચુકવણી વ્યવસ્થા શરૂ થશે. ભારતે અત્યાર સુધીમાં 23થી વધુ દેશો સાથે UPI ને લઈને કરારો કર્યા છે. હાલમાં 9 દેશોમાં UPI થી ચુકવણીની સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, ભારત સેશેલ્સને 1,250 કરોડ રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ (લોન) આપશે, જેનાથી ત્યાંની વિકાસ પરિયોજનાઓ પૂર્ણ કરવામાં આવશે. બંને દેશોએ પ્રત્યાર્પણ સંધિ, નવી રાષ્ટ્રીય હોસ્પિટલની તૈયારી અને અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગ જેવા મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *