સલમાન મહાભારતના કર્ણના રોલમાં જોવા મળશે!

સલમાન ખાન એક મોટા બજેટની પિરિયડ ફિલ્મમાં જોવા મળી શકે છે. સલમાન ફિલ્મમાં મહાભારતના મુખ્ય પાત્ર કર્ણનું કિરદાર ભજવતા જોવા મળી શકે છે.

બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ડિરેક્ટર રાકેશ ઓમપ્રકાશ મહેરા કરશે, જ્યારે તેને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રોડ્યુસ કરશે.

રિપોર્ટ અનુસાર, સલમાને ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી અને તરત જ તેના માટે હા પાડી દીધી. આ રોલ માટે સલમાન પોતાના લુકમાં મોટો બદલાવ કરશે. ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મહેરા, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને સલમાન ખાનનો મહત્વનો પ્રોજેક્ટ ગણાવવામાં આવી રહ્યો છે. જોકે, ફિલ્મને લઈને હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સલમાનની આગામી થિયેટર રિલીઝ ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ હશે. અપૂર્વ લાખિયાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે ચિત્રાંગદા સિંહ જોવા મળશે. ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. પહેલા ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ હતું અને તે 17 એપ્રિલે સિનેમાઘરોમાં આવવાની હતી. જોકે, બાદમાં ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું અને તેની રિલીઝ ડેટ આગળ વધારી દેવામાં આવી.

આ સાથે જ સલમાન આ દિવસોમાં ફિલ્મ ‘SVC63’નું શૂટિંગ કરી રહ્યો છે. વામશી પેડિપલ્લીના દિગ્દર્શનમાં બની રહેલી આ એક્શન ફિલ્મને દિલ રાજુની શ્રી વેંકટેશ્વર ક્રિએશન્સ પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મમાં નયનતારા પહેલીવાર સલમાન સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ ઈદ 2027 પર રિલીઝ થશે અને તેનું શૂટિંગ ઓગસ્ટ કે સપ્ટેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *