શુક્રવારે રાત્રે કોલકાતા એરપોર્ટ પર ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી, જેના કારણે ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન એક મહિલા બેહોશ થઈ ગઈ હતી.
TMC કાર્યકરો પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા, જેઓ દિલ્હીમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને પરત ફરી રહ્યા હતા.
અભિષેકના એક સમર્થકે આરોપ લગાવ્યો કે ભાજપ સાથે જોડાયેલા કેટલાક લોકો એરપોર્ટ પર આવ્યા અને TMC કાર્યકરો સાથે ગેરવર્તન કરવા લાગ્યા.
સમર્થકનો દાવો છે કે તેમના હાથમાં ઇંડા હતા અને બાદમાં તેમણે હથિયારો પણ કાઢ્યા. તેમણે સવાલ ઉઠાવ્યો કે એરપોર્ટ ઓથોરિટી અને સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં હથિયારો અંદર કેવી રીતે પહોંચ્યા.
આ પહેલા પણ 31 મેના રોજ પશ્ચિમ બંગાળના સોનારપુર દક્ષિણમાં અભિષેક પર હુમલો થયો હતો. અહીં તેઓ ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત TMC કાર્યકરોને મળવા પહોંચ્યા હતા.
બીજી તરફ, શુક્રવારે મોડી રાત્રે TMCના HDFC બેંકના 3 એકાઉન્ટ્સ 50200059108322, 50200063079047, 50200063079034 ફ્રીઝ કરવામાં આવ્યા. આમાં કુલ મળીને લગભગ ₹440 કરોડ જમા છે.