ઉપલેટામાં નગરપાલિકાની બેદરકારી

ઉપલેટા શહેરના વોર્ડ નંબર 8 વિસ્તારમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.શહેરના વોર્ડ નંબર આઠમાં આવેલી ખુલ્લી કુંડીમાં અચાનક એક ગાય પડી ગઈ હતી અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની હતી.

ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રસ્તા વચ્ચે આવેલી આવી જોખમી કુંડીઓ તાકીદે બંધ કરવાની માંગણી કરી હતી. ચોમાસું માથે ઝળુંબી રહ્યું છે ત્યારે આવી કુંડીઓ જોખમી બની શકે તેમ છે.

સ્થાનિકોને જ્યારે આ બાબતની જાણ થઇ ત્યારે પાલિકામાં ગાયનું રેસક્યુ કરવા માટે વ્યવસ્થા કરવા જણાવાયું ત્યારે પાલિકાના કોઇ જ અધિકારીઓ ફરક્યા ન હતા કે કોઇને આદેશ પણ આપ્યો ન હતો. આથી લોકોએ જ ગૌશાળાનો સંપર્ક કરી ત્યાંથી ગૌસેવકોને બોલાવી ગાયને બહાર કાઢી ગૌશાળામાં મોકલી આપી હતી.

લોકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આવી ખુલ્લી કુંડીઓ અંગે એક વર્ષથી પાલિકાને વાકેફ કરીને ઢાંકણા ફીટ કરવા જણાવાઇ રહ્યું હોવા છતાં તેમની એક પણ વાત સાંભળવામાં આવી ન હતી અને આજે ગાય ખાબકી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુલ્લી કુંડીની આસપાસ કોઈ ચેતવણી બોર્ડ કે સુરક્ષા બેરિકેડ પણ મૂકવામાં આવ્યા નહોતા. જેના કારણે રાહદારીઓ ઉપરાંત પશુઓ માટે પણ સતત અકસ્માતનો ભય ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *