સૌરાષ્ટ્ર યુનિ.માં 59 વિદ્યાર્થીઓને રૂ.2500 થી રૂ.10 હજારનો દંડ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની MPEC (માલપ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટી) ની બેઠક મળી હતી, જેમાં પરીક્ષા દરમિયાન ગેરરીતિ આચરતા 62 વિદ્યાર્થીઓનું હિયરિંગ રાખવામાં આવ્યું હતું. જેમાંથી 59 વિદ્યાર્થીઓને રૂ.2500 થી રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 20 વિદ્યાર્થીઓ માસ કોપિકેસ કરતા ઝડપાઈ જતા રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે પરીક્ષા દરમિયાન આન્સર શીટ ઘરેથી લખીને લઈ આવતા તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ લાવી માઇક્રોફોન કે બ્લુટુથથી ચોરી કરતા વિદ્યાર્થીઓને પણ રૂ.10 હજારના દંડનું એલાન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ.મનીષ શાહે જણાવ્યું હતું કે, છેલ્લા છ મહિના દરમિયાન આર્ટસ, કોમર્સ, કોમ્પ્યુટર સાયન્સ, લો મેડિકલ, આર્કિટેક્ચર અને એજ્યુકેશન જેવી વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષા દરમિયાન ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા સંભળાવવા માટે આજે 18 જૂનના એક બેઠક મળી હતી જેમાં વિદ્યાર્થીઓએ કરેલી ગેરરીતિના આધારે તેમને અલગ અલગ સમયગાળા સુધી પરીક્ષામાંથી બાકાત રાખવાની સાથે દંડની સજા કરવામાં આવી હતી.

જેમાં પરીક્ષા દરમિયાન માસ કોપી કેસ એટલે કે એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓની આન્સરશીટમાં જવાબો એકસરખા હોય તેવા 20 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. જેઓને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સાથે જ આ વિદ્યાર્થીઓ જે પેપરમાં ગેરરીતિ આચરતા પકડાયા તે પરીક્ષા રદ કરવાની સાથે 6 માસ સુધી પરીક્ષાનો આપી શકે તેવી સજા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *