ટ્રેક્ટરના વ્હીલ પ્લેટોની આડમાં છુપાવેલો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગરમાં જૈન દેરાસરમાં થયેલી રૂ.43.29 લાખની ચોરીના કેસમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે ગુનાનો ભેદ ઉકેલી ચોરીના કેસમાં દેરાસરના જ એક કર્મચારી એવા ઓફિસબોય સહિત કુલ 3 આરોપીની ધરપકડ કરી રૂ.33.88 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૈન દેરાસરની ઓફિસમાં આવેલા સ્ટ્રોંગ રૂમના કબાટના ખાનામાંથી ચાંદીના સિક્કા અને ચાંદીની થાળી મળી અંદાજે 13.840 કિલોગ્રામ ચાંદીની વસ્તુઓ તેમજ રોકડ રકમ ચોરી કરી હતી.

આ કેસમાં મુખ્ય સૂત્રધાર ઓફિસબોય તન્નુ ભગવતીપ્રસાદ આમેટા (ઉં.વ.24)ને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની પૂછપરછના આધારે અન્ય બે મિત્રો આદિત્ય ઉર્ફે આદિ ભીમરાવ રામ (ઉં.વ.21)ની ઉત્તરાખંડથી અને સંદીપસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ.28)ની રાજકોટમાંથી ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે ત્રણેય આરોપીને જેલ હવાલે કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેક્ટરના વ્હીલ પ્લેટોની આડમાં છુપાવેલો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો રાજકોટ શહેર PCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, કુવાડવાથી રાજકોટ તરફ જતા હાઈવે રોડ પર સાગર ઇન્ડસ્ટ્રીયલ ઝોન માલિયાસણ ગામ પાસે સર્વિસ રોડ પરથી એક આઇસર ટ્રક નંબર જીજે.03.બીવાય.5672 પસાર થઇ રહ્યું છે જેમાં દારૂ બિયરનો જથ્થો છે જેથી પોલીસે સ્થળ પર આઇસરને અટકાવી તપાસ કરતા અંદરથી ટ્રેક્ટરના વ્હીલ પ્લેટોની આડમાં છુપાવેલો દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી રૂ.2.53 લાખની કિંમતનો 480 બોટલ દારૂ અને 480 બિયરના ટીનનો જથ્થો કબજે કરી ટ્રક ચાલક જામનગરના અતુલ રમેશ લાંબાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દારૂ બિયરનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ.7.53 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાંથી લાવી અને કોને સપ્લાય કરવા જતો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *