25 વર્ષના અમન ₹51.98 હજાર કરોડના માલિક બન્યા

મસ્કની કંપની સ્પેસએક્સે AI કોડિંગ પ્લેટફોર્મ ‘કર્સર’ની પેરન્ટ કંપની એનિસફિયરને 60 અબજ ડોલર એટલે કે લગભગ 5.67 લાખ કરોડ રૂપિયામાં ખરીદવા માટે મર્જર એગ્રીમેન્ટ કર્યો છે.

આ ડીલ પછી કર્સરના 25 વર્ષીય ભારતીય મૂળના કો-ફાઉન્ડર અમન સંગરની અંદાજિત નેટવર્થ વધીને 5.5 અબજ ડોલર એટલે કે લગભગ 51.98 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

ન્યૂયોર્કમાં જન્મેલા અમન સંગરે 14 વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (MIT)માંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો.

2022માં 21 વર્ષની ઉંમરે અમન સંગરે પોતાના ત્રણ ક્લાસમેટ- માઈકલ ટ્રુએલ, સુઆલેહ આસિફ અને અરવિદ લુન્નેમાર્ક સાથે મળીને કોલેજ છોડી દીધી. આ ચારેયે આ જ વર્ષે ‘કર્સર’ની શરૂઆત કરી હતી.

શરૂઆતમાં આ ચારેય ફાઉન્ડર્સે મિકેનિકલ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી માટે એક AI કોપાયલટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેમણે પોતાનું ફોકસ બદલ્યું અને AI-આસિસ્ટેડ કોડિંગ પ્લેટફોર્મ બનાવવાનું કામ શરૂ કર્યું.

લિંક્ડઇન પર અમન સંગરે પોતાના મિશનને ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું છે- “સોફ્ટવેર બનાવવામાં આવતી તમામ અડચણોને દૂર કરવી.”

કર્સર કંપનીમાં અમન સંગરની ભૂમિકા

એનિસફિયર કંપનીમાં અમન સંગર ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. જ્યારે તેમના સાથી માઇકલ ટ્રુએલ CEOની ભૂમિકામાં છે અને સુઆલેહ આસિફ પ્રોડક્ટ હેડ તરીકે કામ સંભાળી રહ્યા છે.

અમન સંગરે કર્સરની ઝડપી વૃદ્ધિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જ્યાં તેઓ પ્રોડક્ટ સ્ટ્રેટેજી, ડિસ્ટ્રિબ્યુશન અને કોમ્યુનિટી બિલ્ડિંગનું કામ સંભાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *