ભારતની વુમન્સ T-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત

ભારતે વુમન્સ T-20 વર્લ્ડ કપમાં સતત બીજી જીત નોંધાવતા નેધરલેન્ડ્સને 95 રનથી હરાવી દીધું. પહેલા બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ પર 209 રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતનો સૌથી મોટો સ્કોર પણ રહ્યો. જવાબમાં હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સની ટીમે 17.3 ઓવરમાં 114 રન પર સમેટાઈ ગઈ.

ભારતની જીતમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ મહત્વની ભૂમિકા ભજવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 115 રનની પાર્ટનરશીપ કરી હતી. મંધાનાએ 74 અને શેફાલીએ 55 રન બનાવ્યા હતા. મંધાનાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ રહી. બોલિંગમાં શ્રી ચરણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્માએ પણ 3 વિકેટ લીધી હતી.

ભારતે વુમન્સ T-20 વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સને 95 રનથી હરાવીને સતત બીજી જીત નોંધાવી છે. 210 રનના લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડ્સની ટીમ 17.3 ઓવરમાં 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની જીત પર આખરી મહોર શેફાલી વર્માએ લગાવી. 18મી ઓવરના પહેલા બોલ પર તેણે સિલ્વર સીજર્સને સ્ટમ્પ આઉટ કરાવી. આ પછી ઓવરના ત્રીજા બોલ પર ઇસાબેલ વોનિંગ મોટો શોટ મારવાના પ્રયાસમાં લોંગ-ઓન પર જેમિમા રોડ્રિગ્સને કેચ આપી બેઠી. આ વિકેટ પડવાની સાથે જ નેધરલેન્ડ્સની ઇનિંગ્સ સમાપ્ત થઈ ગઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *