જસદણ નજીક જુગારધામ પર LCBનો દરોડો

રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) જસદણ નજીક કાસકોલીયા ગામની ધોળીયો સીમમાં જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ રૂ. 1.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એલસીબીની ટીમે કાસકોલીયા ગામની ધોળીયો સીમમાં રવિભાઈ લાલજીભાઈ ઝાપડીયાની વાડી પાસે દરોડો પાડ્યો હતો. જાહેર સ્થળે મોબાઇલની ફ્લેશ લાઇટના અજવાળે કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાથી તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા, ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 63,150 રોકડા, 9 મોબાઇલ ફોન અને જુગારમાં વપરાતા ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1,23,150 થાય છે.આ અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી, ઝડપાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *