વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ સ્થિત પવિત્ર ઘેલા સોમનાથ મંદિરે આજે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘પ્રગતિ પથયાત્રા’ અંતર્ગત મુલાકાત લીધી હતી.
મંત્રીશ્રીએ મહાદેવજીની વિધિવત પૂજા-આરતી કરી મંદિરના શિખર પર નૂતન ધ્વજાનું આરોહણ કરાવ્યું હતું. આ ઉપરાંત, તેમણે ગૌશાળાની મુલાકાત લઈ ગાયોની સારસંભાળ અને વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં મંત્રીશ્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે લોકોને આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી આર.આર. ખાંભરા, મામલતદાર મહેશભાઈ બલીયા, તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.