ઈરાને રવિવારની રાત્રે ઈઝરાયલ પર અનેક બેલિસ્ટિક મિસાઈલો છોડી. આ હુમલો બેરૂતમાં ઈઝરાયલી હુમલાના જવાબમાં કરવામાં આવ્યો હતો, જેમાં 2 લોકોના મોત અને 20 લોકો ઘાયલ થયા હતા. ઈઝરાયલના જણાવ્યા અનુસાર, એપ્રિલમાં સીઝફાયર (યુદ્ધવિરામ) પછી આ પ્રથમ વખત છે જ્યારે ઈરાને તેના પર મિસાઈલ હુમલો કર્યો છે.
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કહ્યું કે આ માત્ર એક વોર્નિંગ (ચેતવણી) હતી. હવે જો અમેરિકા કે ઈઝરાયલ તરફથી ફરી કોઈ હુમલો થશે, તો અમેરિકી અને ઈઝરાયલી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન-ઈઝરાયલને એકબીજા પર હુમલો ન કરવાની અપીલ કરી. તેમણે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું- હવે બસ, બહુ થયું. હું હમણાં જ નેતન્યાહૂને ફોન કરીને કહીશ કે જવાબી હુમલો ન કરે.