ઓપરેશન ડેલ્ટા હન્ટ: રાજ્યભરમાંથી 501 બાંગ્લાદેશી ઝડપાયા

ગુજરાતમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ શરૂ કરેલું ઓપરેશન ડેલ્ટા હન્ટ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 501 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં પોલીસની ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મજૂરી કામ, કન્સ્ટ્રક્શન સાઈટ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ભાડાના મકાનો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા લોકોની પૂછપરછ બાદ તેમની ઓળખ અને નાગરિકતાની ચકાસણી કરવામાં આવી હતી.

ખોટા દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા અનેક બાંગ્લાદેશી નાગરિકો વર્ષોથી ખોટા આધારકાર્ડ, મતદાર કાર્ડ અને અન્ય દસ્તાવેજોના આધારે ગુજરાતમાં રહેતા હતા. કેટલાક લોકો મજૂરી, ફેક્ટરી અને નાના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી આવા લોકોની વિગતો એકત્ર કરવામાં આવી રહી હતી. જે બાદ રાજ્યવ્યાપી ઓપરેશન શરૂ કરી એકસાથે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *