ગોંડલના વાસાવડ અને આસપાસના ગામોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અસહ્ય ગરમી અને બફારા વચ્ચે આકાશમાં કાળા વાદળો છવાયા હતા. વરસાદ શરૂ થતા પહેલા ધૂળની ડમરીઓ ઉડી હતી. વાસાવડની બજારો વરસાદી પાણીથી ભીની થઈ ગઈ હતી અને માટીની મીઠી સુગંધ વાતાવરણમાં ફેલાઈ ગઈ હતી.
આ અચાનક આવેલા વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં કેરીના નાના વેપારીઓના ધંધા પર અસર થવાની શક્યતા છે. વરસાદી ઝાપટા પડતાની સાથે જ PGVCL દ્વારા પાવર સપ્લાય બંધ કરી દેવાયો હતો, જેના કારણે લોકોને ગરમીમાં હાલાકી ભોગવવી પડી હતી.