ભાયાવદર પોલીસ સ્ટેશન, ઢાંક અને મોટી પાનેલી આઉટપોસ્ટની વાર્ષિક તપાસણી પૂર્ણ થઈ છે. આ તપાસણી દરમિયાન પોલીસ સ્ટેશન અને આઉટપોસ્ટની કામગીરી, રેકોર્ડ, વહીવટી વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા સંબંધિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
તપાસણી બાદ સંબંધિત થાણા અમલદારઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો અપાયા હતા. જેમાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા, સતત પેટ્રોલિંગ વધારવા અને ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, હદપારની દરખાસ્તો સહિતની કાયદેસરની કાર્યવાહી ઝડપી બનાવવા અને જનસુરક્ષા સંબંધિત કામગીરીને વધુ અસરકારક બનાવવાના નિર્દેશો પણ અપાયા હતા.
અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને સતર્કતા, નિષ્ઠા અને જનસેવાના ભાવ સાથે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પ્રયાસો ચાલુ રાખવા જણાવાયું હતું.