GTના ફેન્સ સામે RCBના રાવણનો દબદબો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે આઈપીએલ (IPL 2026) ની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાઈ રહી છે, ત્યારે આ ઐતિહાસિક મુકાબલાને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્ટેડિયમની બહાર પ્રશંસકોની ભારે ભીડ ઉમટી પડી હતી અને મોટેરા વિસ્તાર જાણે ક્રિકેટના રંગે રંગાઈ ગયો હોય તેમ જોવા મળ્યો હતો. બોલિવૂડ સેલેબ્સથી લઈને વીવીઆઈપી (VVIP) મહેમાનો આ મેગા ઈવેન્ટના સાક્ષી બનવા અમદાવાદ આવી પહોંચ્યા હતા.

વરૂણ ધવન, પૂજા અને મૃણાલ સહિતના સેલેબ્સ અમદાવાદમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ફાઈનલ મેચ જોવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. જાણીતા ફિલ્મ કલાકારો વરૂણ ધવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સ અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહ આઈટીસી (ITC) નર્મદા હોટલથી સ્ટેડિયમ જવા માટે પોતાની પર્સનલ કારના બદલે સામાન્ય બસમાં બેસીને રવાના થયા હતા.

આ રોમાંચક ફાઈનલ મેચ નિહાળવા કર્ણાટકના મેંગ્લોરની અને હાલ બેંગ્લોરમાં રહેતી કન્નડ અભિનેત્રી, ડાન્સર અને સિંગર નિમિકા રત્નાકર પણ ખાસ હાજર રહી છે. નિમિકા સોશિયલ મીડિયા પર સતત વિરાટ કોહલીના ફોટોઝ પોસ્ટ કરવા માટે જાણીતી છે અને તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બહુ મોટી ડાયહાર્ડ ફેન છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *