ગોંડલ, વીરપુર, જેતપુરમાં ચાર સ્થળેથી 12 તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાવાયા

રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બનેલી બાળમંજૂરી નાબૂદ કરવા માટે બનેલી ટાસ્ક ફોર્સની ટિમ દ્વારા ગોંડલ, જેતપુર, વીરપુરમાં દરોડા પાડીને 12 તરુણ શ્રમયોગીઓને મુક્ત કરાવીને સંચાલકોને નિયમન અંગેની નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.આગામી સમયમાં નોટિસનો જવાબ દેવામાં નિસ્ફળ નિવડનાર સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવશે.

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હોટલો, કારખાના,મસાલા ભંડારોમાં પરપ્રાંતીય તરુણો પાસે ઓછો પગાર આપીને વધુ પડતું કામ કરાવી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે.

ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બનેલી બાળમંજૂરી નાબૂદ કરવા માટે બનેલી ટાસ્ક ફોર્સની ટિમ દ્વારા જેતપુરના જ્યોતિ રોલ કારખાનામાં હેલ્પરનું કામ કરતા બિહારના 4 તરુણો, વીરપુરના રવિ રસ્ટોરેન્ટમાં વેઈટરનું કામ કરતા 5 રાજસ્થાની તરુણો, ગોંડલની શ્રી મહાકાળી મસાલા માર્કેટમાં મરચા સુકવવાનું અને દળવાનું કામ કરતા 2 ગુજરાતી તરુણ અને શ્રીનાથજી મસાલા ભંડારમાંથી 1 ગુજરાતી તરુણ મળી કુલ 12 તરુણને મુક્ત કરાવામાં આવ્યા હતા.

તરુણોને ઓછું વેતન આપીને વધુ પડતું કામ કરાવનાર ચારેય સંચાલકો- માલિકોને નિયમન અંગેની નોટિસ પાઠવામાં આવી છે. જો 15 દિવસમાં યોગ્ય પ્રત્યુત્તર આપવામાં નિસ્ફળ નીવડશે તો તેમની સામે ફોજદારી પગલાં ભરવામાં આવશે આ ઉપરાંત શ્રમ વિભાગના અધિકારી દ્વારા અન્ય 6 સ્થળો પર ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં જેતપુરમાં શ્રી હરિ ફિનિશિંગને લઘુતમ વેતન અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *