સોની બઝારમાં આડેધડ ખડકાયેલા ગેરકાયદેસર ઈમારતોને ફાયર NOC આપવાનો તંત્રનો ઇન્કાર

રાજકોટના જૂના વિસ્તારમાં આગની ઘટનાઓ વધી રહી છે છતાં તંત્ર દ્વારા આજ સુધી ફાયર સેફ્ટી મુદે નોટિસ સિવાય કોઇ પગલા લીધા નથી ત્યારે જ ગઈકાલે સોની બઝારમાં દિયા ગોલ્ડ પોલિસિંગના યુનિટમાં ગેસ સિલિન્ડર ફાટતા આગ લાગ્યા બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે પરતુ આ દુર્ઘટનાએ ફાયર સેફ્ટી મા ટીપી વિભાગની ભૂંડી ભૂમિકા બહાર આવી છે.

મનપાના ફાયર ઇન્ચાર્જ સુપ્રિન્ટેડેડ અમિત દવે એ જણાવ્યું હતું કે ગઈ કાલે દિયા પોલીસિંગમાં લાગેલી આગ બાદ તપાસ કરતા માલૂમ પડ્યું છે કે ચાર માળની ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ ના સાધનો ન હતા અને ફાયર એનઓસી પણ ન હતી જેનું કારણ આ સ્થળે ફાયર ફાઈટર પહોંચી શકે તેમ ન હોવાથી પાઇપ લંબાવીને મહા મુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો.

તેઓએ વધુમાં જણાવેલ કે કોઈપણ ઇમારતના બાંધકામ સમયે ટાઉન પ્લાનિંગ વિભાગ ફાયર સેફ્ટી મુદે ચકાસણી કરી ફાયરના નોમ્સ ની અમલવારી સાથે ફાયર એનઓસીની વ્યાખ્યામાં આવે છે કે કેમ તે ફાયર વિભાગનો અભિપ્રાય મેળવી પ્લાન મંજૂર કરે છે.

પરંતુ જૂના રાજકોટમાં અનેક ઈમારતોને ફાયર વિભાગના અભિપ્રાય વગર ટીપી વિભાગે મંજૂરી આપી દીધી છે ત્યારે આ ઈમારતો સુધી ફાયર ફાઇટરનું પહોંચવું મુશ્કેલ છે જેના લીધે ફાયરના નોમ્સ ની અમલવારી થતી ન હોવાથી ફાયર વિભાગ ઇમારત બની ગયા બાદ ફાયર એનઓસી નથી આપતું આથી ટીપી વિભાગ ની બેદરકારી ના કારણે જૂના રાજકોટમાં મોટી દુર્ઘટનાનો ભય ઉભો થયો છે.

ફાયર વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ સોની બજારમાં આવેલા કોમ્પ્લેક્સમાં કાર્યરત ‘દિયા ગોલ્ડ પોલિસિંગ’ નામની દુકાનમાં આ આગ લાગી હતી. રાત્રિના સમયે અચાનક ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં આસપાસના લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગની ગાડીઓનો મોટો કાફલો મોડી રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને લગભગ 3 કલાકની ભારે જહેમત બાદ આવિકરાળ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *