સાતોદડમાં જમીનના વળતર મુદ્દે ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

જામકંડોરણાનાં સાતોદડ ગામે જામનગર જૂનાગઢ બાયપાસની ચાલી રહેલી કામગીરી માટે ખેતીની જમીનના સંપાદન, વળતર મુદે વાંધો પડતાં ખેડૂતે પાકને તો આગ લગાડી હતી અને પોતે પણ જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતાં આગેવાનો, મામલતદાર અને પોલીસ કાફલો ધસી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો.

સાતોદડનાં રાજેન્દ્રસિંહે વળતરમાં અન્યાય થયાની લાગણી સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. તેમણે અગાઉ પણ તંત્ર વાહકોને આ અંગે રજૂઆત કરી હોવા છતાં કોઇ જ કાર્યવાહી ન થતાં તેમણે આવું પગલું ભરી રહ્યા હોવાની કેફિયત આપી હતી.

ગામના સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં એક ખેડૂતની જમીન લઇ લીધા બાદ વળતર મામલે આવા પગલાં ભરવા પડે તે દુ:ખદ ગણાય. સમજાવટ બાદ મામલો થાળે આ અંગે નાયબ મામલતદાર હરેશભાઈ ગોહેલે જણાવ્યું હતું કે અમને ખેડૂતની માગણી અંગે જાણ થઇ હતી અને સાતોદડ ગામે બાયપાસની કામગીરીમાં જમીન સંપાદનના ઓછાં વળતર મામલે ખેડૂતને વાંધો પડ્યો હોવાનું સામે આવતાં અમે સાતોદડ દોડી ગયા હતા અને સમજાવટથી કામ લેતાં મામલો થાળે પડી ગયો છે. આત્મવિલોપન ચિમકી આપતાં સાતોદડ ગામે દોડી જઇ ને ખેડૂત ને સમજાવટ કરાઈ હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *