રાજકોટની પૂતળીબાઈ હોસ્ટેલમાં આજે વહેલી સવારે 4 વાગ્યે હાથ અને પગના ભારે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા

રાજકોટમાં ભક્તિનગર સર્કલ પાસે જયનાથ હોસ્પિટલ સામે આવેલ પૂતળીબાઈ હોસ્ટેલમાં રહેતી જલ્પા મનસુખભાઇ ચાવડા (ઉં.વ.28)એ આજે વહેલી સવારે 4 વગ્યાની આસપાસ હોસ્ટેલમાં હતી. ત્યારે અગમ્ય કારણોસર પોતાના હાથ અને પગમાં કોઈ તીક્ષ્ણ હથિયારથી છરકા મારતાં તેને લોહીલુહાણ હાલતમાં હોસ્ટેલમાં જ ઢળી પડી હતી. બનાવ અંગે યુવતી સાથે રહેતી અન્ય યુવતીઓ અને હોસ્ટેલના સ્ટાફને જાણ થતાં તેને તાત્કાલિક 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કરી હતી.

બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી રાજકોટ રહેતાં તેના નાના ભાઈને જાણ કરી હતી. યુવતીના ભાઈ રવિએ બહેનનો મૃતદેહ જોઈ આક્રંદ મચાવ્યો હતો. તેઓ મૂળ ગોંડલના દડવા ગામના વતની છે, તેના પિતા ગામડે ખેતી કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *