ચેપોકમાં સોમવારે રમાયેલી IPL 2026ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 5 વિકેટે હરાવ્યું. ચેન્નઈએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.
આ જીત સાથે જ હૈદરાબાદની સાથે સાથે ગુજરાત પણ પ્લેઑફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી તરફ ચેન્નઈની ટીમ માટે ટૉપ-4માં પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે.
ઈશાનની ફિફ્ટી, ક્લાસેન સાથે 75 રનની ભાગીદારી થઈ
181 રનને ચેઝ કરવામાં હૈદરાબાદે વિકેટ ગુમાવી હતી. મુકેશ ચૌધરીએ ટ્રેવિસ હેડને આઉટ કર્યો હતો. આ પછી અભિષેક અને ઈશાને ઇનિંગને સંભાળી અને ધીમી પણ મક્કમ ગતિએ સ્કોરબોર્ડને ફરતું રાખ્યું. અભિષેકના આઉટ થયા પછી ક્લાસેન ઈશાન સાથે ક્રિઝ પર જોડાયો