ગુજરાતમાં એક દિવસ ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આજે ફરી આકરી ગરમીનો અનુભવ થયો. સુરતમાં સામાન્ય કરતા 6.2 ડિગ્રી વધુ તાપમાન નોંધાતા હિટવેવ અનુભવાઈ હતી. અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. 44.5 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું.
સાયાજીબાગ ઝૂઓલોજિકલ પાર્કે ખાસ વ્યવસ્થા કરી છે. ઠંડક માટે અહીં રોજ પાણીનો છંટકાવ, બરફ મુકવો, ફોગર સહિતના પ્રયાસો કરવામાં આવે છે. તો એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલી જંગલ સફારી (સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્ક)માં પ્રાણીઓ અને પક્ષીઓ માટે AC, કુલર અને સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે.