ગુજરાત બન્યું અગનભઠ્ઠી, 6 શહેરોનું તાપમાન 43 ડિગ્રીને પાર

ગુજરાતમાં આકરી ગરમી અને હિટવેવની આગાહી વચ્ચે આજે 6 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો બરાબરના અકળાયા છે. કંડલા એરપોર્ટ પર સૌથી વધુ 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હજુ ગરમીનો કહેર વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ માટે વિવિધ જિલ્લામાં હીટવેવની સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં આજથી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે.

આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં આગઝરતી ગરમી પડી રહી છે. તેની વચ્ચે 10 તારીખે સુરતમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતા 5.7 ડિગ્રી વધુ હતું. જ્યારે પોરબંદરમાં 39.3 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 5.2 ડિગ્રી વધુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *