મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર

મુંબઈ ઈન્ડિયન્સ IPLની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. રવિવારની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ તેને 2 વિકેટથી હરાવ્યું હતું. આ હાર બાદ મુંબઈની ટીમ હવે પછીની ત્રણેય મેચ જીતીને પણ માત્ર 12 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે, જે પ્લેઓફમાં ક્વોલિફાય થવા માટે પૂરતા નથી.

રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં બેંગલુરુએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. 167 રનનો ટાર્ગેટ બેંગલુરુએ 20મી ઓવરના છેલ્લા બોલે ચેઝ કર્યો હતો. ટીમે 8 વિકેટ ગુમાવી દીધી હતી.

બેંગલુરુ તરફથી કૃણાલ પંડ્યાએ 46 બોલમાં 73 રનની શાનદાર ઈનિંગ રમી હતી. બીજી તરફ, બોલિંગમાં ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11

મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકલટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ બાવા, કોર્બિન બોશ, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ, એ.એમ. ગઝનફર.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, જેકોબ બેથેલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રાસિખ સલામ ડાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *