બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત

અમદાવાદના બલોલનગર બ્રિજ ઉપર ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે જઈ રહેલો બાઇક ચાલક ડિવાઇડર સાથે અથડાઈને બ્રિજની પાળી સાથે અથડાઈ બ્રિજ પરથી નીચે પટકાયો હતો.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સંજય મકવાણા નામના બાઇક ચાલકને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન

બાઇક ચાલક ન્યુ રાણીપથી બલોલનગર તરફ બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે બલોલ નગર બ્રિજ ઉપર ઝડપના કારણે બાઇક પરથી કાબુ ગુમાવ્યો હતો. ત્યાર બાદ નીચે પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઇજાને કારણે ખૂબ જ લોહી નીકળવા લાગ્યું હતું.

જોખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માત બ્રિજ પર થતા અકસ્માતથી સ્થાનિકો પણ પરેશાન થયા છે.બ્રિજ ઉપર જોખમી વળાંકના કારણે અવારનવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે.થોડા સમય અગાઉ પણ આ જ બ્રિજ ઉપર આ પ્રકારના એ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલક બ્રિજ પરથી નીચે પટકાતા સ્થળ પર મોત થયું હતું. બ્રિજ ઉપર સુરક્ષા વ્યવસ્થા માટે ટ્રાફિક વિભાગ દ્વારા એએમસીને જાણ કરવામાં આવી છે. પરંતુ એએમસી દ્વારા હજુ સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.

બાઇક ચાલકને કોઈએ ટક્કર ન મારી હોવાથી ફરિયાદ નોંધાવી નથી: PI એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ સુનિતા પટેલે જણાવ્યું હતું કે બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.જોકે બાઈક ચાલકને કોઈએ ટક્કર મારી નથી જેથી પરિવારે હાલ કોઈ ફરિયાદ નોંધાવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *